<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

જામનગરના અગ્રણી બિલ્ડર કેતનભાઈ નંદાની ૧૯ વર્ષથી અવિરત હનુમાન ભક્તિ : ૧૯ વર્ષથી સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન માટે પ્રત્યેક પૂર્ણિમાએ નિયમિત હાજરી

સાળંગપુર ધામ ખાતે સ્વામી હરિપ્રકાશ સ્વામીજી દ્વારા લગભગ બે લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં કેતનભાઈ નંદાનું વિશેષ અભિવાદન : હનુમાનજીની મૂર્તિ પવિત્ર પ્રસાદ સ્વરૂપે અર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૩ :    જામનગરના જાણીતા બિલ્ડર અને હનુમાન ભક્ત કેતનભાઈ નંદા છેલ્લા સતત ૧૯ વર્ષથી સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન માટે પ્રત્યેક પૂર્ણિમાએ નિયમિત રીતે હાજરી આપી રહ્યા છે.

વિશેષ વાત એ છે કે કોરોના મહામારીના કપરા સમયમાં પણ તેમણે પોતાની આ ભક્તિ પરંપરા અવિરત જાળવી રાખી હતી અને તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ ધામમાં પહોંચી દર્શનનો લાભ લીધો હતો. તેમની આ અડગ શ્રદ્ધા અને નિષ્ઠા અન્ય ભક્તો માટે પ્રેરણારૂપ બની રહી છે.

તાજેતરમાં સાળંગપુર ધામ ખાતે યોજાયેલ ધાર્મિક પ્રસંગ દરમિયાન ધામના કોઠારી સ્વામી હરિપ્રકાશ સ્વામીજી દ્વારા લગભગ બે લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં કેતનભાઈ નંદાનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમને હનુમાનજીની મૂર્તિ પવિત્ર પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.

કેતનભાઈ નંદાની આ અવિરત ભક્તિ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

(3:34 PM IST)