તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Friday, 3rd April 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ : ખંભાળિયામાં ગાજવીજ સાથે તૂટી પડ્યો : સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠામય માહોલ

રાજકોટ તા.૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કાલે સવારથી કમોસમી વરસાદ જુદા જુદા વિસ્તારોમાં વરસી રહ્યો છે આજે પણ માવઠામય માહોલ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.
ખંભાળિયાના પ્રતિનિધિ કૌશલ સવજાણીના અહેવાલમાં જણાવ્યું છે કે આજે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
ચોમાસા જેવો માહોલ છવાયો છે કંટ્રોલરૂમના અહેવાલમાં જણાવ્યું છે કે આજે સવારે દેવભૂમિ દ્વારકામાં ૫ મીમી અને ભાણવડમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
