<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસ્યા કમોસમી વરસાદી ઝાપટા પડ્યા

ખંભાળિયા શહેર અને સલાયા સહિતના ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ

દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો  આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું . ખંભાળિયા શહેર અને સલાયા સહિતના ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીથી ભીંજાયા હતા . તેજ પવન અને કમોસમી વરસાદને પગલે તૈયાર પાકને નુકસાનની ભીતિથી જગતનો તાત ચિંતિત બન્યો છે . વાદળછાયા વાતાવરણ થી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી 

(7:03 PM IST)