<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

જુનાગઢ SOGના પીઆઇ છોટાઉદેપુર અને ભવનાથના પીઆઇ સુરત ગ્રામ્યમાં મુકાયા

જુનાગઢ જિલ્લાના વધુ બે સહિત વધુ ૧૯ પીઆઈની બદલી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨ :..  જુનાગઢ જિલ્લાના વધુ ૨  સહિત વધુ ૧૯ પીઆઈની ગઈકાલે બદલી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરનો પણ સમાવેશ થાય છે.

બુધવારે રાજ્યના વધુ ૧૯ પીઆઈની બદલીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ એસઓજીના પીઆઇ આર. કે. પરમારની છોટાઉદેપુર અને ભવનાથ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ પી. સી. સરવૈયાની સુરત ગ્રામ્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેની સામે સુરેન્દ્રનગરથી બી. એચ. સિંગરખીયાને જૂનાગઢ જિલ્લામાં મૂકવામાં આવ્યા છે.

 તાજેતરમાં પીએસઆઇમાંથી પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન મેળવી ચૂકેલા રાજ્યના જુદા જુદા જિલ્લાના ૨૫૪ પોલીસ સબ ઇન્સ્પેકટરને બઢતી સાથે  પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.

તેમજ બદલી પણ કરવામાં આવી હતી આ પછી બુધવારે વધુ ૧૯ ટ્રાન્સફરનો ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો

 

(1:18 PM IST)