<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીનો હવે જામશે જંગ

કોર્પોરેશન, નગરપાલિકા, જીલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો મેદાનમાં ઉતરશેઃ સેન્‍સ પ્રક્રિયા

રાજકોટ, તા.૨: સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. તા.૨૬ એપ્રિલે મતદાન થશે અને ૨૮ મીએ પરિણામ જાહેર થશે.

કોર્પોરેશન, નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી માટે હવે ઉમેદવારો  મેદાનમાં ઉતરશે ઉમેદવારોની પસંદગી માટે સેન્‍સ પ્રક્રિયા હાથ ધરાઇ છે.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, જામનગર મહાનગરપાલિકા ની ચૂંટણી માં

૬૪ બેઠક માટે ભાજપ માં ૧૫૭૫ જેટલા ફોર્મ ઉપડ્‍યા છે. બેઠક માટે સવારે ૧૦:૦૦ થી ૦૭:૦૦ વાગ્‍યે ફોર્મ વિતરણ ચાલુ કર્યું ત્‍યારે રાત્રે ૧૦:૦૦ સુધીમાં અંદાજે ૧૫૭૫  ફોર્મ ભાજપ કાર્યકરોએ લીધા છે જેમાંથી સેન્‍સમાં ૬૪ સીટ માટે પસંદગી થશે બાકીના ૧૫૧૧ જેવા કાર્યકરોને ટિકિટ મળી શકશે નહીં

આજે ૧ થી ૮ વોર્ડ માટે સ્‍થળ ફ્રેન્‍ડ્‍સ હોલ ખાતે, તથા ૯ થી ૧૬ વોર્ડ માટે સેન્‍સ પ્રક્રિયા શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારે ૯:૩૦ થી સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સુરેન્‍દ્વરનગર

(ફઝલ ચોૈહાણ દ્વારા)  સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં કુલ જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો ઉપર ચૂંટણી યોજવાની છે તાલુકા પંચાયતની જ્‍યારે વાત કરવામાં આવે તો ૧૦ તાલુકાની કુલ ૧૮૨ જેટલી બેઠકો ઉપર ઉમેદવારો ચૂંટણી લડવાના છે ધાંગધ્રા નગરપાલિકાની પણ ચૂંટણી યોજવાની છે જેમાં ૯ વોર્ડમાં ૩૬ જેટલા ઉમેદવારો ચૂંટણી લડવાના છે આ ઉપરાંત સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજવા જઈ રહી છે જેમાં ૧૩ વોર્ડમાં કુલ ૫૨ જેટલા સભ્‍યો વચ્‍ચે ખરા-ખરીનો જંગ થવાનો છે.

ચૂંટણીઓને લઈ અને રાજકીય પાર્ટીઓ દ્વારા તો તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પરંતુ બીજી તરફ સુરેન્‍દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ઇવીએમ મશીન ચેકિંગ કામગીરી તેમજ ચૂંટણીને લઇ અને વિવિધ ઙ્કકારની તૈયારીઓ તંત્ર દ્વારા પણ શરૂ કરી દેવામાં આવી છે સુરેન્‍દ્રનગર જિલ્લા તંત્રની ખાલી પડેલી અધિકારીઓની જગ્‍યાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે.

ચૂંટણી હોવાના કારણે તાત્‍કાલિક પણે સુરેન્‍દ્રનગર જિલ્લામાં કલેકટર તરીકે જી એચ સોલંકી એ આજે ચાર્જ સંભાળી લીધો છે સુરેન્‍દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં અધિકારીઓની જે જગ્‍યાઓ ખાલી પડી હતી તે પણ આજે ચૂંટણી જાહેર થતાં પહેલાં પૂર્ણ કરી નાખવામાં આવી છે શાંતિપૂર્ણ માહોલ વચ્‍ચે સુરેન્‍દ્રનગર જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી યોજાઈ તે પ્રકારના તંત્ર દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે.

(1:18 PM IST)