તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
સુરેન્દ્રનગર પોલીસ વિભાગમાં ફેરફાર
નિકુંજ પટેલને નવા બનેલા પાટડી ડિવિઝનના DYSP તરીકેનો વધારાનો હવાલોઃ SOG પી.આઈ ભાવેશ સિંગરખીયાની જુનાગઢ બદલીઃ નવા મૂકવામાં આવેલા બીકે ચૌધરીની હાજર થયા પહેલા જ બનાસકાંઠામાં બદલી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨: ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ટૂંક સમયમાં પીઆઇ કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે ત્યારે નવા પીઆઇ તરીકે મૂકવામાં આવેલા અધિકારીઓ હાજર પણ થઈ રહ્યા છે પરંતુ ચૂંટણી જાહેર થતાની કલાકો પહેલા જ સુરેન્દ્રનગર પોલીસ વિભાગમાં ફેરફારો યથાવત રહેવા પામ્યા છે જેમાં સુરેન્દ્રનગર એસસી એસટી વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા નિકુંજ પટેલને પાટડી ડીવાયએસપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ મોટી વાત એ છે કે હજુ સુધી પાટડીમાં ડીવાયએસપીની કોઈ ઓફિસે જ બનાવવામાં આવી નથી.
માલવણ બજાણા દસાડા અને પાટડી એમ ચાર પોલીસ સ્ટેશન મળી અને પાટડી ડિવિઝન કરાવી છે અને ડીવાયએસપી તરીકે નિકુંજ પટેલને મૂકવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર એસ.ઓ.જી ના ભાવેશકુમાર સિંગરખીયાને બદલી કરી અને જુનાગઢ ખાતે મૂકવામાં આવ્યા છે.
તાજેતરમાં જે બદલ્યો થઈ હતી તેમાં સુરત શહેરમાંથી બીકે ચૌધરીને સુરેન્દ્રનગર ખાતે બદલી કરી અને મૂકવામાં આવ્યા હતા. પરંતુ હજુ આ બીકે ચૌધરી નામના પીઆઇ સુરેન્દ્રનગરમાં હાજર પણ નથી થયા ત્યાં ફરી એક વખત તેમની બદલી બનાસકાંઠા ખાતે કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં ચૂંટણીની જાહેર થઈ તે પહેલાની કલાકોમાં પોલીસ વિભાગમાં ફેરફાર નજરે પડ્યા છે અને બદલીનો દોર યથાવત જોવા મળ્યો છે. (રર.૩)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
