<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સુરેન્‍દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી પાલિકાની ચૂંટણીને લઇ પક્ષો દ્વારા કવાયત

વઢવાણ, તા.૨: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે ત્‍યારે હવે તમામ પાર્ટીઓ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેમાં સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજવા જઈ રહી છે તેમાં કુલ ૧૩ વોર્ડ અને ૫૨ જેટલા એક પાર્ટીમાંથી કોર્પોરેટરો ચૂંટણી લડવાના છે ત્‍યારે ચૂંટણી પ્રક્રિયાને લઇ અને સેન્‍સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જેમાં ભાજપ પક્ષ દ્વારા પણ તૈયારીઓના ભાગ સ્‍વરૂપે સુરેન્‍દ્રનગર કમલમ ખાતે બેઠક યોજવામાં આવી છે અને આ બેઠક દરમિયાન પાલનપુરના ધારાસભ્‍ય અનિકેત ઠાકર ગાંધીનગરના મેયર મીના પટેલ અને મહેશ મોદી દ્વારા સેન્‍સ પ્રક્રિયામાં ઉમેદવારો અને ચૂંટણી લડવા ઈચ્‍છુક લોકોને સાંભળવામાં આવ્‍યા હતા.

અંદાજિત પ્રથમ દિવસે એક ૧૦૦ થી વધુ લોકો દ્વારા ચૂંટણી લડવા અંગેની તૈયારી દેખાડવામાં આવી છે અને સેન્‍સ પ્રક્રિયામાં ભાગ લઈ અને ચૂંટણી લડવા અને મહાનગરપાલિકામાં ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી આપવાની ખાતરી પણ આપવામાં આવી છે ત્‍યારે બે દિવસ સુધી આ સેન્‍સ પ્રક્રિયા ચાલવાની છે ત્‍યારે ઉમેદવારો પોતાના લાગતા વળગતા નેતાઓની પણ ભલામણો ટિકિટ લેવા માટે હવે શરૂ કરી દીધી છે.

સમયગાળો ઓછો છે એટલે સેન્‍સ પ્રક્રિયા પૂર્ણ થયાના એક જ સપ્તાહમાં ઉમેદવારોની જાહેરાત પણ થઈ જશે પરંતુ પાર્ટી દ્વારા પણ અમુક નિયમો મૂકવામાં આવ્‍યા છે જેમાં બાંધ છોડ પાર્ટી કરશે કે કેમ તેની સામે પણ પરંતુ હરખ અને ઉત્‍સાહ સાથે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા સેન્‍સ પ્રક્રિયામાં ભાગ લઈ અને ચૂંટણી લડવાની તૈયારી દેખાડવામાં આવી છે.

(11:25 AM IST)