તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ગોંડલ પાલિકાની ૪૪ બેઠક માટે ૧૮૦, તાલુકા પંચાયતની ૨૨ બેઠક માટે ૮૦ દાવેદાર
ભાજપની સેન્સ પ્રક્રીયાઃ મુરતીયાઓ નો રાફડો ફાટયો : ભાજપ દ્વારા ગત ચુંટણીઓનો ઇતિહાસ ફરી દોહરાવવા આશાવાદ વ્યક્ત કરાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૨: સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ ની તારીખ જાહેર થઇ ચુકી છે.જેને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બનવા પામી છે.આમ આદમી પાર્ટી એ તાલુકા પંચાયત ની બેઠક નાં ઉમેદવારોની યાદી જાહેર કરી દિધી છે.ત્યારે ગોંડલ માં બહુમત ધરાવતા ભાજપ દ્વારા ગઇકાલે નવા માર્કેટયાર્ડ ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રીયા હાથ ધરાતા ઉમેદવારી માટેનો થનગનાટ નજરે પડ્યો હતો.
માર્કેટિગ યાર્ડ ખાતે બપોરે એક કલાકે ભાજપનાં પ્રદેશ નિરીક્ષકો રાકેશભાઈ શાહ, કૌશલ્યકુંવરબા પરમાર તથા કૌશલભાઇ દવે દ્વારા સેન્સ પ્રક્રીયા હાથ ધરાઇ હતી.જે રાત સુધી ચાલુ રહી હતી.
નગરપાલિકાનાં કુલ ૧૧ વોર્ડ ની ૪૪ બેઠકો માટે ૧૮૦ જેટલી દાવેદારી રજુ થઇ હતી.નગરપાલિકાના જુના જોગીઓ રાજેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, અશ્વિનભાઈ રૈયાણી, અર્પણાબેન આચાર્ય, અનિતાબેન રાજ્યગુરુ સહીતે દાવેદારી નોંધાવી હતી. જ્યારે જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે ૧૫ તથા તાલુકા પંચાયતની ૨૨ બેઠક માટે ૭૦ દાવેદારી રજૂ કરાઇ હતી.
જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયા, પીન્ટુભાઇ ચુડાસમા સહિતે ઉમેદવારી પ્રક્રીયામાં માર્ગદર્શન આપ્યુ હતુ.શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા,યુવા ભાજપ પ્રમુખ સચિનભાઈ વ્યાસ, જેકીભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર સહીત આગેવાનોએ વ્યવસ્થા જાળવી હતી.
ઉલ્લેખનીય છેકે ગત ચુંટણીમાં પુર્વ ધારાસભ્ય જયરાજાસિંહ તથા ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ભાજપે નગરપાલિકાની તમામ ૪૪ તાલુકા પંચાયતની તમામ ૨૨ તથા જીલ્લા પંચાયતની પાંચેય બેઠકો કબ્જે કરી ભાજપનો ભગવો લહેરાવી ઈતિહાસ રચ્યો હતો. નગરપાલિકા,તાલુકા પંચાયત વિપક્ષ વિહીન બની હતી.
આમ ભાજપ નો ગઢ બનેલાં ગોંડલ માં આ વખતે પણ ભાજપ ઈતિહાસ ફરી દોહરાવી વિપક્ષ નો સફાયો કરશે તેવો આશાવાદ મોવડી અશોકભાઈ પીપળીયા,પીન્ટુભાઇ ચુડાસમા એ વ્યક્ત કર્યો હતો.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
