તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
પાટડીમાં ૨૬ લાખનો દારૂ ઝડપાયો
૯૮૬૪ બોટલની ૨૬૪ પેટી કબ્જેઃ ટ્રેલર- કાર સહિતના મુદામાલ સાથે ૪ શખ્સોની ધરપકડ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રઃ સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર એસએમસી વિભાગે દરોડા પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ પડતી એસએમસીના દરોડા પડતા હોવાના કારણે લોકલ ક્રાઈમ બ્રાન્ચની નિષ્ક્રિયતા પણ સામે આવી છે.
પાટડી તાલુકાના વઘાડા ગામ પાસે ખુલ્લા મેદાનમાં દારૂના જથ્થા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દેવેન્દ્રસિંહ સોલંકી રહે જમાલપુર અમદાવાદ મિનેશ સોલંકી રહે જમાલપુર અમદાવાદ પંકજ રાજપુત રહે બહેરામપુરા અમદાવાદ અને પ્રકાશભાઈ પરમાર બનાસકાંઠા વાળાની અટકાયત કરવામાં આવી છે.
જેમાં ટ્રેલર સ્કોર્પિયો કાર અને અન્ય એક કાર જપ્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રેડ દરમિયાન કુલ ૯,૮૬૪ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે જેની કિંમત રૂપિયા ૨૫,૪૫,૪૬૪ ગણવામાં આવી છે આ ઉપરાંત સાત જેટલા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે તેની કિંમત પણ ૭૬૦૦૦ ગણવામાં આવી છે અને વાહનોની કિંમત ઘણી કુલ ૬૧૨૪૦૬૪નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછ કરવામાં આવતા અન્ય નવ જેટલા ઇસમોના નામો પણ ખોલ્યા છે જેમાં ગણપત કિશન પરમાર રહે બનાસકાંઠા ફારુક ઈશાક મહેમાન રહે વિરમગામ પંપુભા વાઘેલા રહે બનાસકાંઠા ટીનાજી ઠાકોર રહે બનાસકાંઠા તેમાં ટ્રકના ડ્રાઇવર માલિક સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હુન્ડાઈ ગ્રાન્ડ આઈટેન કારના માલિક સામે પણ ગુનો દાખલ કરાયો છે. કુલ ૧૧ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સૂતી ઝડપાઈ છે ત્યારે હવે આગામી દિવસોમાં પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફાર આવે તે પ્રકારની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.(
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
