<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સુરેન્‍દ્રનગરના રતનપરમાં આમ આદમી પાર્ટીના મેનેજમેન્‍ટ વિભાગ સંભાળતા ચાર પ્રભારીઓની ધરપકડ

મોડી રાત્રે બિહારના ચાર પ્રભારીઓના મકાનમાંથી દારૂની બે બોટલો મળી ‘આપ' નેતાઓ ઉપર ગુના દાખલ થવાનો સિલસિલો યથાવત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. રઃ સુરેન્‍દ્રનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે પહેલા સુરેન્‍દ્રનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કમલેશ કોટેચા વઢવાણ વિધાનસભાના પ્રભારી દીપક સિંહના અતુલ વેગડ અને કળણાલ શાહ સામે સીટી પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો અને તેમની ઉપર હજુ કાર્યવાહી છે અને લટકતી તલવાર છે ત્‍યારે હવે રતનપર ખાતે રહેણાંક મકાનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશમાંથી મૂકવામાં આવેલા ચાર જેટલા મેનેજમેન્‍ટ વિભાગના પ્રભારીઓની પણ મોડી રાત્રે અટકાયત કરી લેવામાં આવી છે.

રતનપર નજીક રહેણાંક મકાનમાં ચાર જેટલા આમ આદમી પાર્ટીના ઉપરથી મૂકવામાં આવેલા પ્રભારીઓ ની મોડી રાત્રે જોરાવનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે જેમાં પુનિત શિવપ્રકાશ પ્રશાંત ઝા અભયસિંગ અશોકકુમાર અને રાકેશસિંઘની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઘરની તલાસી લેવામાં આવતા તેમના ઘરમાંથી દારૂની બે બોટલો મળી આવી હોવાનો પણ ધડાકો થયો છે.

આ ચાર પ્રભારીઓને જોરાવનગર પોલીસ કસ્‍ટડીમાં ૨૪ કલાક રાખવામાં આવ્‍યા છે અને ત્‍યારબાદ જામીન આપવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે ત્‍યારે ઝડપાયેલા ચાર પ્રભારીઓને  પ્રદેશ નેતાઓ દ્વારા સુરેન્‍દ્રનગર લોકસભા ના પ્રભારી તરીકે પુનિત શિવ પ્રકાશને મૂકવામાં આવ્‍યો હતો તેમ જ અન્‍ય દેખરેખ ની જવાબદારી માટે અલગ અલગ વિધાનસભા અન્‍ય ત્રણ લોકોને દેખરેખ અંગેની જવાબદારીઓ આપવામાં આવી હતી.

ઝડપાયેલા ચાર જેટલા આમ આદમી પાર્ટીના મેનેજમેન્‍ટ વિભાગના પ્રભારીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન મળી આવ્‍યા છે જોરાવનગર પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરી છે જોકે આ લોકોને ઘર ભાડે જેમના દ્વારા આપવામાં આવ્‍યું હતું તે અનિલ જીવરાજભાઈ નાગર સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બિહારના પરપ્રાંતિયો તેમના ઘરમાં રહેતા હતા તેની જાણ પોલીસને કરવામાં ન આવી હતી અને ભાડા કરાર પણ ન કરવામાં આવતા જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

જ્‍યાં પણ સુરેન્‍દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીની સભા થાય ત્‍યાં મંડપ ડેકોરેશન જમણવારનો ખર્ચો અન્‍ય ખર્ચાઓ તમામ પ્રકારની વિગતો છે તે ઝડપાયેલા ચાર જેટલા ઈસમો રાખતા હોય અને તમામ પ્રકારના આર્થિક લેવડ દેવડના હિસાબના ડેટા પણ ઝડપાયેલા ચાર જેટલા ઇસમો પાસે હોવાની શંકા હાલ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે ત્‍યારે હાલના તબક્કામાં ચાર ફોન જપ્ત કરવામાં આવ્‍યા છે અને આ અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જો ઊંડાણપૂર્વક રીતે પોલીસ તપાસ કરે તો આ ઝડપાયેલા ચાર ઈસમો પાસેથી અન્‍ય મોટા ધડાકાઓ પણ થઈ શકે અને ગુજરાત લેવલથી જે પૈસા લેતી દેતી થતી હોય તેના હિસાબો પણ સામે આવે તેવી શકયતાઓ પણ અને ચર્ચા પણ સેવાઈ રહી છે લગધીર નગર વિસ્‍તારમાં રહેણાંક મકાનમાંથી આ ચાર જેટલા આમ આદમી પાર્ટીના ઉપરથી મૂકવામાં આવેલા કાર્યકર્તાઓ અને પ્રભારીઓ પાસેથી દારૂની બોટલો મળી છે ત્‍યારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

(1:19 PM IST)