<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ‘શ્રી હનુમાનદાદાની જય હો..'ના નાદ સાથે જન્‍મોત્‍સવ ઉજવાયો

ગામે-ગામ શ્રી હનુમાનદાદાના નાના-મોટા મંદિરોમાં વિશેષ પૂજન, અર્ચન, શ્રુંગાર, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં ભાવિકોની ભીડ

તસ્‍વીરમાં ધારાસભ્‍ય જગદીશભાઇ મકવાણાએ વઢવાણમાં હનુમાનજીના દર્શન કર્યા હતા તે નજરે પડે છે. (તસ્‍વીર : ફઝલ ચૌહાણ વઢવાણ)

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે શ્રી હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભાવિકોની ભીડ જામી રહી છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. વઢવાણ ખાતે આવેલા દરબારગઢ ખાતે ૧૫૦ વર્ષ પહેલાંનું જૂનું મંદિર શ્રી સિધેશ્વર મહાદેવ ના મંદિર આવેલું છે અને જ્‍યાં રાજકીય લોકો પણ આ મંદિરે અનેક વખત દર્શનનો લાભ લીધો હોવાનું જીવ દયા પ્રેમી પદમશીભાઈ કંસારા દ્વારા જણાવવામાં આવ્‍યું છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં આજે હનુમાન જયંતીના પવિત્ર અવસરના દિવસે વઢવાણ શહેરના ધારાસભ્‍ય અને દંડ જગદીશભાઈ મકવાણા દ્વારા પણ દર્શન કરી અને ધન્‍યતા પ્રાપ્ત કરી હતી હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે આવ્‍યા હતા હનુમાન જયંતીના પાવન પ્રસંગે સત્‍યનારાયણ કથા પણ રાખવામાં આવે છે અને પ્રસાદીનું પણ આયોજન હાથ ધરવામાં આવે છે ત્‍યારે હનુમાન જયંતીના પાવનકારી પ્રસંગે હાલમાં આ જગ્‍યા ઉપર પ્રસંગ ઉજવાય રહ્યો છે.

ત્‍યારે આ કાર્યક્રમને સફળ બનાવવા આ વિસ્‍તારના લોકો તેમજ જીવદયા પ્રેમી પદમશીભાઈ કંસારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:57 AM IST)