<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદાદાના જન્‍મોત્‍સવમાં ભકિત, શકિત સંસ્‍કૃતિનો સંગમ

વહેલી સવારથી ભાવિકોની ભીડઃ પૂ. હરિપ્રકાશદાસજી સ્‍વામી, પૂ. વિવેકસાગરદાસજી સ્‍વામીની આગેવાનીમાં વિશેષ પૂજન, અર્ચન, મહાપ્રસાદ, મહાઆરતી,શ્રુંગાર દર્શન : હિંદુ ધર્મશાસ્ત્રોમાં હનુમાનજી એક એવા દેવતા છે જે ચિરંજીવી માનવામાં આવે છે, તેઓ આજે પણ પૃથ્‍વી પર સદેહ બિરાજમાન છે. કળિયુગમાં તેમની ઉપાસના સૌથી જલદી ફળ આપનારી માનવામાં આવે છે. તેઓ માત્ર ભગવાન રામના સેવક જ નથી, પરંતુ જ્ઞાન, ગુણ અને બળના સાગર છે.શનિદેવ અને હનુમાનજી પૌરાણિક કથા મુજબ, હનુમાનજીએ શનિદેવને રાવણના બંધનમાંથી મુક્‍ત કર્યા હતા, તેથી શનિની પનૌતીમાં હનુમાનજીની પૂજા અચૂક ફળ આપે છે. : હનુમાનજીનો જન્‍મ ત્રેતાયુગમાં થયો હતો. શિવ અવતાર શાષાો મુજબ હનુમાનજી ભગવાન શિવના ૧૧મા રુદ્ર અવતાર છે. : સૂર્યને ગળવાની કથા બાળપણમાં અત્‍યંત શક્‍તિશાળી હોવાને કારણે, તેમણે ઉગતા સૂર્યને લાલ ફળ સમજીને ગળી જવાનો પ્રયત્‍ન કર્યો હતો. આ સમયે દેવરાજ ઈન્‍દ્રે તેમના પર વજ્રથી પ્રહાર કર્યો, જેનાથી તેમની હનુ (દાઢી) પર ઈજા થઈ અને ત્‍યારથી તેમનું નામ હનુમાન પડ્‍યું. : હનુમાન ચાલીસા ગોસ્‍વામી તુલસીદાસ રચિત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભય, રોગ અને સંકટ દૂર થાય છે. : હનુમાનજીનું જીવન સાચા અર્થમાં ત્‍યારે શરૂ થયું જ્‍યારે તેઓ ઋષ્‍યમૂક પર્વત પર પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણને મળ્‍યા. રામાયણનો સુંદરકાંડ સંપૂર્ણપણે હનુમાનજીના પરાક્રમોને સમર્પિત છે. સમગ્ર ભારતમાં હનુમાનજીના મંદિરો ગલીએ ગલીએ જોવા મળે છે.

રાજકોટ તા. ર :.. શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે આજથી બે દિવસીય કળતજ્ઞતાનો મહા મહોત્‍સવ અને હનુમાન જયંતીની ઉજવણીનો અત્‍યંત દબદબાભેર પ્રારંભ થયા હતો. મહોત્‍સવના પ્રથમ દિવસે દાદાના દરબારમાં ભક્‍તિ, શક્‍તિ અને સંસ્‍કળતિનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્‍યો હતો.

વહેલી સવારથી જ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી દાદાનું શાષાોક્‍ત વિધિ-વિધાન અને મંત્રોચ્‍ચાર સાથે પૂજન કરવામાં આવ્‍યું હતું. ભક્‍તોએ દાદાના મનોહર સ્‍વરૂપના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.સાંજના સમયે ‘કિંગ ઓફ સાળંગપુર'ની ૫૪ ફૂટની પ્રતિમા સમક્ષ ભવ્‍ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. હજારો ભક્‍તોએ એકસાથે આરતી ઉતારી વાતાવરણને દિવ્‍ય બનાવી દીધું હતું.

રાત્રિના સમયે આકાશમાં અત્‍યાધુનિક અને રંગબેરંગી આતશબાજી કરવામાં આવી હતી. સતત ચાલેલી આ ભવ્‍ય આતશબાજીએ ઉપસ્‍થિત તમામ શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા હતા અને આ મહોત્‍સવનું મુખ્‍ય આકર્ષણ બની હતી.

 રાત્રિના સમયે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ ભક્‍તિરસની રમઝટ બોલાવી હતી. કલાકારોએ રજૂ કરેલા ભજનો અને સ્‍તુતિઓથી ભક્‍તો ભાવવિભોર બન્‍યા હતા. આ સમગ્ર મહોત્‍સવ પૂજ્‍ય શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી (અથાણાવાળા) ના પ્રેરક માર્ગદર્શન હેઠળ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.

આવતીકાલે એટલે કે ૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ હનુમાન જયંતી નિમિત્તે ‘હનુમાન જન્‍મોત્‍સવ'ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે, જેમાં લાખોની સંખ્‍યામાં ભક્‍તો પધારશે.

શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ. પૂ. શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્‍પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્‍ય સંતો દ્વારા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી ગુરુ પુરાણી શ્રી વિષ્‍ણુપ્રકાશદાસજી સ્‍વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રી હનુમાન જયંતી, કળતજ્ઞતાનો મહામહોત્‍સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્‍ય રાજોપચાર, પુષ્‍પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્‍ય અન્નકૂટ, મારા દાદાને ૧૦૮ ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્‍મોત્‍સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરાયું છે.

(10:59 AM IST)