<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ઘઉં ટેકાના ભાવે તાત્‍કાલિક ખરીદ કરવા તથા ૧૨૫ રૂપિયા બોનસ આપો

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા.૨: ગુજરાત રાજ્‍યમાં રવિ પાકમાં ઘઉંનું વાવેતર  લાખો એક્‍ટર માં થાય છે રવિ પાકમાં ખેડૂતોને મોટી આશા હોય છે કે ઘઉં ને ટેકાના ભાવ રૂપિયા ૫૧૭ થી ખરીદ થાય એવા હેતુથી ઓનલાઇન રજીસ્‍ટ્રેશન  ખેડૂતોએ કરાવ્‍યા છે ઘઉંનો પાક પહેલી માર્ચથી તૈયાર થઈ ગયો છે ખેડૂતોના ખેતરમાં ઘઉંના ઢગલાઓ પડ્‍યા છે ટેકાના ભાવે ઘઉં ખરીદ થવાની રાહમાં ખેડૂતો રાતવાસો કરી રહ્યા છે સરકારે ત્રણ માર્ચ થી ઘઉંની ખરીદીના કેન્‍દ્રો શરૂ કરવાની જાહેરાત થઈ હતી તે જાહેરાતને એક મહિનો વીતી ગયો છે છતાં હજુ પણ ટેકાના ભાવથી ઘઉં ખરીદ કરવાના કેન્‍દ્રો શરૂ કરવા કોઈ નક્કર કામગીરી થયેલ નથી.

 ઘઉં  ખરીદી કરવા અંગેની કોઈ ચોક્કસ ગાઈડલાઈન જાહેર થયેલ નથી ખરીદીના કેન્‍દ્રો નક્કી થયા નથી તેમની વ્‍યવસ્‍થા તંત્ર બારદાન ગોડાઉન તોલાટ અને એક્‍ટર દીઠ કેટલા મણ ઘઉં ખરીદી થશે તેની કોઈ માહિતીઓ ખેડૂતોને મળી રહી નથી ત્‍યારે ઘઉં પકવતા ખેડૂતોમાં નિરાશા છવાયેલ છે ખેતરોમાં ઘઉંના ઢગલા ને રખડતા જાનવરો  રોજડા ભૂંડ થી બચાવવા રાત્રી રખોપા ખેડૂતો કરી રહ્યા છે કમોસમી વરસાદની આગાહીઓ આવી રહી છે તેવા સમયે ખેડૂતોને પોતાના ઘઉં ખુલ્લા બજારમાં વેચવા મજબૂર થવું પડે છે ખુલ્લા બજારમાં મણ દીઠ રૂપિયા ૧૦૦ થી ૧૨૫ ની નુકસાની વેઠીને ખેડૂતો ઘઉં વેચી રહ્યા છે સરકારની ખેડૂતો પ્રત્‍યેની ઉદાસીન નીતિથી ખેડૂતો આક્રોશિત થઈ રહ્યા છે.

 ગુજરાત કિસાન સભા ના રાજ્‍ય પ્રમુખ ડાયાભાઈ ગજેરા એ મુખ્‍યમંત્રીશ્રીને ખેડૂતોની વેદના અંગે નો પત્ર લખી માંગ કરી છે કે તાત્‍કાલિક ખેડૂતોના ઘઉંની ખરીદીના કેન્‍દ્રો શરૂ કરો અને મણ દીઠ રૂપિયા ૧૨૫ સહાય બોનસ આપો સરકાર સમયસર કાર્યવાહી નહીં કરે તો ખેડૂતોને આંદોલનના માર્ગે જવું પડશે ખેડૂતોના વેદના પત્ર ને રાજકોટ જિલ્લા કિસાન સભા એ ઉપલેટા મામલતદાર શ્રી મારફત આપવા કાર્યક્રમ યોજેલ કાર્યક્રમમાં કિસાન સભાના જિલ્લા પ્રમુખ કારાભાઈ બારીયા ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ પાનેરા દેવનભાઈ વસોયા ભગવાનભાઈ જલુ ધીરજલાલ માકડીયા સાહેબ ખીમાભાઈ આલ મેણસી ભાઈ ડેર જાદવભાઈ ગજેરા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા

 

(10:37 AM IST)