તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
કાલાવાડના ખંઢેરા ગામે કોઈ વાતે આધેડને ખોટુ લાગી જતા આપઘાત

જામનગર, તા.૧ :કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે રહેતા નીખીલભાઈ દિનેશભાઈ સોડાગરા, ઉ.વ.૩પ વાળા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, જમનભાઈ ગાંડુભાઈ સોંડાગર, ઉ.વ.પ૦ વાળા જન્મથી વિકલાંગ હોય અને લગ્ન થયેલ ન હોય તેમજ કડક સ્વભાવના હોય જેથી કોઈ વાતે ખોટુ લાગી જતા પોતાની રીતે ખંઢેરા ગામથી વરૂડીમાતા જવાના જુના મારગે દાવલશાહ પીરના રોજાની સામે સરકારી ખરાબામાં પોતાના શરીરે આગ લગાડી દાઝી જતા મૃત્યુ પામેલ છે.
શોર્ટ લાગતા યુવાનનું મોત
અહીં બેડી ગામે ખારી પ્લોટ વિસ્તારમાં રહેતા અબાસ સુલેમાન કકલ, ઉ.વ.૬૦ એ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, હારૂન સુલેમાન કકલ, ઉ.વ.૪૭ વાળા લાઈટના રીપેરીંગ કામ કરવા માટે પી.જી.વી.સી.એલ.ના થાંભલામા ચડેલ જે કામ કરતી વખતે અચાનક શોક (ઈલેકટ્રીક) લાગતા મૃત્યુ પામેલ છે
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
