તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં ૨ દિવસીય જન્મજયંતિ મહોત્સવ
૧૦૦૮ કિલો પુષ્પોથી ભવ્ય અભિષેક રાજોપચાર પૂજન-અર્ચનઃ રાત્રે કિર્તીદાન ગઢવી, બિરજુ બારોટ, રાજ ગઢવીનો ડાયરોઃ કાલે સવારે અન્નકૂટ, મહાઆરતી, આતશબાજી

રાજકોટ,તા.૦૧: જગવિખ્યાત અને ભાવિકોના આસ્થાના કેન્દ્ર સમા સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં આજથી શ્રી હનુમાનદાદા જન્મજયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે.
શાષાી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી પૂજારી સ્વામીશ્રી ડી કે સ્વામીજી તથા અથાણા મંડળ તા.૧ / ૪ / ૨૬ ને બુધવારના રોજ સવારે ૭:૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ૧૦૦૮ કિલો પુષ્પોથી ભવ્ય અભિષેક રાજોપોચાર પૂજન પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવ પૂ શ્રી હરીઙ્ઘકાશદાસજી સ્વામી તથા સંતોના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપોચાર થશે આજે બુધવારના રોજ રાત્રે ૮ કલાકે કિંગ ઓફ સાળગપુર હનુમાનજી ખાતે હજારો દીવડાની એતાસિક આતશબાજી સાથે સમૂહના ભવ્ય દિવ્ય મહાઆરતી તેમજ લાઈટ સાઉન્ડ શો થશે રાત્રે ૯ કલાકે કીગ ઓફ સાળગપુરના સાનિધ્યમાં સત્સંગ ભવ્ય લોકડાયરો રાખેલ છે. જેમાં જગ વિખ્યાત સુપ્રસિદ્ધ કલાકાર શ્રી કિર્તીદાન ગઢવી, બિરજુ બારોટ, રાજ ગઢવી સહિત સંગીતના સથવારે સંતવાણીની રંગત જમાવશે તેમજ શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વ સવારે ૫ કલાકે મંગળા આરતી આતશબાજીથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું સ્વાગત કરવામાં આવશે સવારે ૭ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સુવર્ણવાંધા ધારણ કરીને શણગાર આરતી કરવામાં આવશે ભક્તોને દર્શન આપશે એંતાહાસિક હનુમાન જન્મોત્સવ સવારે ૭: ૩૦ ૧,૦૦,૦૦૦ બ્લુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે ૧૫૧ કિલો કેકનું કરીગ કરી લાખો ભક્તો હનુમાન ભકિતમાં ડી જે ના સંગીતના તાલે ઝૂમશે તેમજ હનુમાન જ્યંતીના રોજ સવારે ૧૧ કલાકે શ્રી કષ્ટભંજનદેવ વિવિધ વાનગીઓનો અનકોટ અર્પણ કરવામાં આવશે સવારે ૧૦ કલાકે મહાઅન્નક્ષેત્ર દર્શને આવનાર તમામ ભક્તોને પ્રસાદનો લાભ મળશે સાંજે ૭ કલાકે શ્રી કષ્ટભંજનદેવદેવની સંતો ભક્તો એવં તાસા ગ્રૂપ નાસિકના ઢોલે તથા હજારો દીવડાથી અને ભવ્ય આતશબાજી સાથે સામુહિક આરતી દાદાની કરવામાં આવશે તેમજ શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વ તા, ૨ ના રોજ વિશ્વ શાંતિ મારૂતિ યજ્ઞ સવારે ૭ કલાકથી શરૂ થશે યજ્ઞમાં એક હજારથી ભાવિકો લાભ લેશે. હનુમાન જ્યંતી ઉત્સવમાં બે દિવસ લાખો હરી ભક્તજનો પધારશે સર્વ ભાવિકોને પધારવા શાષાી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, પૂજારી સ્વામીશ્રી ડી કે સ્વામીજી તથા અથાણાવાળા સંત મંડળ - શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
