તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
રમતી વખતે પાણીની કુંડીમાં ડૂબી જતાં ૧ાા વર્ષની બાળકીનું મોત
વાંકાનેરના કોટડાનાયાણીમાં ખેતરમાં બનાવ : મુળ મધ્યપ્રદેશના મજૂર દંપતિએ દિકરી ગુમાવતાં શોકની કાલીમા

રાજકોટ તા. ૩૦: વાંકાનેર તાબેના કોટડાનાયાણી ગામે ખેતરમાં રહી મજૂરી કરતાં મધ્યપ્રદેશના દંપતિની ૧ાા વર્ષની દિકરી રમતી રમતી પાણીની કુંડીમાં પડી જતાં ડુબી જવાથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ કોટડાનાયાણી સીમ વિસ્તારમાં આવેલી હસમુખભાઇ લીંબાસીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મધ્યપ્રદશેના કલમભાઇ ગુંડીયાની દિકરી નૈયા (ઉ.વ.૧ાા) ગઇકાલે બપોરે પાણીની કુંડીમાં પડી જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામનાર નૈયા ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી. તેણીના પિતા કલમભાઇ નજીકમાં કોઇ કામ માટે ગયા હતાં અને માતા ચણા વીણતી હતી ત્યારે નૈયા તેના ભાઇ-બહેન સાથે રમતી હતી. આ વખતે તેણી પાણી ભરેલી કુંડીમાં પડી ગઇ હતી. આથી ગભરાઇ ગયેલી નૈયાની મોટી બહેન દોડીને ખેતરમાં કામ કરી રહેલી માતાને બોલાવવા ગઇ હતી. તેણીએ તુરત દોડી આવી દિકરીને બહાર કાઢી હતી. બાળાને પડધરી સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ જીવ બચ્યો નહોતો. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
