તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
જામનગરના મસીતીયા ગામની ધરતી પર અનોખી ઘોડાદોડ : ઘોડાઓના તેજસ્વી ડાબલા અને અસવારોનું અદભૂત કૌશલ્ય
હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના પવિત્ર ઉર્સ નિમિત્તે યોજાયેલી આ પરંપરાગત દોડમાં 'જલાલી 1616' એ એવી ઝડપ બતાવી કે સૌ જોતા જ રહી ગયા

જામનગર નજીક આવેલા મસીતીયા ગામે તાજેતરમાં હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના ઉર્સ નિમિત્તે એક ભવ્ય અને રોમાંચક ઘોડાદોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની આ પરંપરાને માણવા માટે માત્ર મસીતીયા જ નહીં, પરંતુ સમગ્ર જામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
આ અનોખી ઘોડાદોડમાં સૌરાષ્ટ્રભરમાંથી 30 થી વધુ ચુનંદા ઘોડાઓ અને પાવરધા અસવારોએ ભાગ લીધો હતો. રેસ શરૂ થતાની સાથે જ મેદાનમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને ઘોડાઓના અવાજથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અસવારોએ પોતાની અદભૂત સૂઝબૂઝ અને ઘોડેસવારીના કૌશલ્ય દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મેદાનમાં જોવા મળેલા રોમાંચક દ્રશ્યોએ ઉપસ્થિત લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.
આ આખી સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર 'જલાલી 1616' નામનો ઘોડો રહ્યો હતો. અત્યંત ઝડપ અને શિસ્ત સાથે દોડીને આ ઘોડાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિજેતા બનેલા અસવારનું આયોજકો દ્વારા પરંપરાગત રીતે મોભાદાર પાઘડી પહેરાવીને અને શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ આયોજન માત્ર એક રમત નથી, પરંતુ લોક સંસ્કૃતિ અને પશુપાલન પ્રેમીઓ માટે એકતાનું પ્રતીક બની રહ્યું છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
