તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
અમરેલી પંથકમાં સાંજે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકોમાં ભારે ફફડાટ
રવિવારે સાંજે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો: ISR ના અહેવાલ મુજબ 11.6 કિમીની ઊંડાઈએ કેન્દ્રબિંદુ નોંધાયું

અમરેલી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રજાના દિવસે આવેલા આ આંચકાને કારણે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો અને અનેક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર રિક્ટર સ્કેલ પર 3.1 તીવ્રતા નોંધવામાં આવી હતી.આજે સાંજે 04:10 વાગ્યે આ આંચકો અનુભવાયો હતો.ભૂકંપનું એપીસેન્ટર અમરેલીથી 42 કિમી દૂર (દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં) નોંધાયું હતું. જમીનથી 11.6 કિમી ની ઊંડાઈએ આ હલચલ થઈ હતી.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
