<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ખંભાળીયા -દ્વારકા હાઇવે પર નંદાણાના પાટિયા નજીક બસ પલટી ગઈ:સાત જેટલા મુસાફરોને ઈજા

ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા બચી

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-દ્વારકા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર મુસાફરોથી ભરેલી એક ખાનગી મીની બસ પલટી મારી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં સાત જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.'

નંદાણા ગામના પાટિયા નજીકથી પસાર થઈ રહેલી મીની બસના ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવવાને કારણે બસ રસ્તા પરથી ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં અંદાજે 17 જેટલા મુસાફરો સવાર હતા. બસ પલટી જતાં મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

 

 

ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને અન્ય વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા સાત મુસાફરોને તાત્કાલિક અસરથી ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવીને અકસ્માત અંગે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર વારંવાર થતા અકસ્માતોને લઈને મુસાફરોની સુરક્ષા પર ફરી સવાલો ઉઠી રહ્યા છે.

 

(6:53 PM IST)