તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
દ્વારકામાં તા.૩૧ માર્ચના રોજ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજી ભવ્ય સત્કાર સમારોહ
દ્વારકા હાથી ગેટ પાર્કિંગ ખાતે યોજાશે ભવ્ય મલ્ટીમીડિયા શો

દેવભૂમિ દ્વારકા: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૨૭ માર્ચથી તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધી યોજાઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં તા.૩૧ માર્ચના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીની ભવ્ય શોભાયાત્રા બાદ હાથી ગેટ પાર્કિંગ દ્વારકા ખાતે ભવ્ય મલ્ટીમીડિયા શો માં ઉત્તર પૂર્વના અંદાજિત ૨૬૦ જેટલા કલાકારો તેમજ પ્રખ્યાત કલાકાર રાજેશ આહિર દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
