તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
હસનાપુર ગામે પાણીના કુંડામાં અને પાજોદ ગામે ટાંકામાં પડી જતા બાળકનું મોત
રમતા રમતા મોત આંબી ગયું, પરિવારમાં ગમગીની

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮: હસનાપુર ગામે પાણીના કુંડામાં અને પાજોદ ગામે ટાંકામાં પડી જતા બાળકનું મોત થતા બંનેના પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
વિસાવદર તાલુકાના હસનાપુર ગામે રહેતા નિલેશભાઈ વલ્લભભાઈ પારડીયા ગઈકાલે પોતાની વાડીએ ગયા હતા. ત્યારે તેમની સાથે વાડીએ આવેલ તેમનો બે વર્ષનો દીકરો અંશ રમતો હતો અને પોતે તલમાં નીંદવાનું કામ કરતા હતા.
આ દરમિયાન દીકરો અંશ રમતા રમતા પાણીના કુંડામાં પડી જતા તેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. માસુમ દીકરાના મોતથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. બનાવ અંગે વિસાવદર પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
આવા એક અન્ય બનાવમાં મૂળ મહારાષ્ટ્રના અને હાલ માણાવદર તાલુકાના પાજોદ ગામે વિજયભાઈ સવાણીની વાડીએ મજૂરી કામ કરતા મીનાબેન રવીભાઇ સૂર્યવંશીનો બે વર્ષનો દીકરો અરવિંદ રમતા રમતા અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા તેનું પણ ડૂબી જવાથી કરૃણ મૃત્યુ થયું હતું. બે વર્ષના દીકરાના અકાળે મોતથી મજૂર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બાળકના મોત અંગે બાટવા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
