<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

સુરેન્‍દ્રનગર આમ આદમી પાર્ટીના ચાર નેતાઓને ૨૪ કલાક પોલીસ કસ્‍ટડીમાં રખાયા

મહાનગરપાલિકાના ડેપ્‍યુટી કમિશનરના પીએ દ્વારા કરાયેલી ફરિયાદ મુદ્દે કડક કાર્યવાહી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૭: સુરેન્‍દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા થોડા દિવસ પહેલા પોતાના ઉમેદવારોની નામોની યાદી જાહેર કરવામાં આવી છે પરંતુ આ પૈકી ત્રણ ઉમેદવારો જે જાહેર થઈ ચૂકયા છે અને અન્‍ય એક કાર્યકર્તા એમ મળી કુલ ચાર જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સુરેન્‍દ્રનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કમલેશ કોટેચા વઢવાણ વિધાનસભાના પ્રભારી દીપક ચિહલા અને અતુલ વેગડ અને કળણાલ શાહ સામે પગલાં ભરવામાં આવ્‍યા છે સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત અને અધિકારીઓ સમક્ષ બોલાચાલી અને ફરજ રૂકાવટ કરવામાં આવી હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય તેવી અલગ અલગ કલામો લગાવી અને તેમના વિરોધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ડેપ્‍યુટી કમિશનરના પીએ દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે જોકે આ મુદ્દે મહાનગરપાલિકાની લીગલ ટીમ પણ મેદાનને ઉતરી હતી આમ આદમી પાર્ટીના ચાર જેટલા નેતાઓને સુરેન્‍દ્રનગરની સીટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનની કસ્‍ટડીમાં ૨૪ કલાક સુધી રાખવામાં આવ્‍યા છે રાતવાસો પણ તેમને પોલીસ સ્‍ટેશનમાં કરવામાં આવ્‍યો છે.

અને ત્‍યારબાદ મોડી સાંજે તેમના જામીન લઈ અને કાર્યવાહી યથાવત પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી છે સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારમાં રોડ રસ્‍તા પ્રાથમિક સુવિધા અને ખાસ કરીને લોકોના પ્રશ્‍નોને લઈને રજૂઆત કરતા નેતાઓ સામે પણ હવે કડક પગલાં ભરવાની શરૂઆત થઈ ચૂકી છે.

(12:01 PM IST)