તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
સુરેન્દ્રનગરના ફૂલગ્રામમાં વહૂએ પ્રેમી સાથે મળી સસરાની હત્યા કરી નાખી
પ્રેમી સાથે આડા સબંધ રાખવા અંગે વહૂને સસરાએ ઠપકો આપતા બનેલો બનાવ ત્રણ આરોપીની ધરપકડ ગામમાં શોકનું મોજું

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૭: સુરેન્દ્રનગરના ફૂલગ્રામમાં ં રમેશભાઈ ગાબુ નામના આધેડની હત્યા કરી નાખવામાં આવી છે જેને લઈને ગામમાં પણ શોકનો મોજું ફરી વળવા પામ્યું છે ઘટનાની જાણ થતા પોલીસ તેમજ મૃતકના સગા સ્નેહીજનો તાત્કાલિક ફુલગ્રામ ખાતે દોડી ગયા હતા અને તપાસ કરવામાં આવતા પુત્રવધુ અને તેના પ્રેમીએ મળી ે હત્યા કરી હોવાનો ધડાકો થયો હતો.
પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતા અને આ અંગે તપાસ કરવામાં આવતા ત્રણ લોકો દ્વારા મળી અને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેમાં મૃતકના પુત્રવધુ ચકુ ગાબુ ને સોહીલ જીડીયા સાથે મળી સંબંધ હોવાના કારણે આ પ્રેમ સંબંધ રાખવા અંગેની પુત્રવધુને તેમના સસરા રમેશભાઈ ના પાડતા હતા જેને લઇને બોલાચાલી થઈ રહી હતી આ અંગે સોહિલ જીડીયા સાથે પણ બોલાચાલી થઇ હતી..
જેનું મન દુઃખ રાખી અને ત્યારબાદ સોહીલ જીડિયા સુરેશ જીડીયા અને ચકુ ગાબુ દ્વારા રમેશભાઈ ઉપર લાકડા પાઇપ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા રમેશભાઈ ગંભીર રીતે ઘવાયા હતા ત્યારે સૌ પ્રથમ સાયલા હોસ્પિટલ ખાતે તેમને લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા બાદ છેલ્લા ઘણા સમયથી મૃતક અને હત્યારાઓ વચ્ચે બોલા ચાલી ચાલી રહી હતી અને તેનું પરિણામ અંતે હત્યામાં ફેરવાયું છે.
મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ પરિવારજનોના ટોળા પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા જોકે જોરાવરનગર પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી અને અલગ અલગ ટીમોને રવાના કરી અને હત્યારાઓને પકડી લેવા રાખવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે અંતે હત્યારા અને સોહિલ જીડીયા, રમેશ જીડીયા અને ચકુ ગાબુની અટકાયત કરી લઈ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ે હત્યા દરમિયાન વપરાશમાં આવેલા શસ્ત્રો પણ પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
