તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
ભુજથી જૈન તીર્થ સ્થાનો પાલીતાણા અને શંખેશ્વરની નવી સ્લીપર બસ સેવા શરૂ
ધારાસભ્ય કેશુભાઇ પટેલ અને જૈન આગેવાનોના હસ્તે અપાઈ લીલીઝંડી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : ભુજ-પાલીતાણા અને ભુજ શંખેશ્ર્વર વચ્ચે સ્લીપર કોચ એસ.ટી. બસ શરૂ કરવા જૈન સમાજની લાંબા સમયની માંગણી સંતોષાઇ છે.
ભુજ-પાલીતાણા સ્લીપર કોચ બસને ભુજ વિસ્તારનાં ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલે નાળિયેર વધેરી, લીલીઝંડી આપી સ્ટાર્ટ આપ્યો હતો. આ સેવા શરૂ થતાં જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી. વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ, પરિવહન અધિકારી વિપુલભાઇ ચૌધરી, ભુજ ડેપોમેનેજર એ.એ.સરસીયા, ઇન્સપેકટર વનરાજસિંહ પી. જાડેજાને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું બહુમાન કરી જૈન સમાજ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. આ પ્રસંગે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઇ ઠક્કર, મહામંત્રી જીગરભાઇ શાહ, પૂર્વ મહામંત્રી શીતલ શાહ, પૂર્વનગર સેવક ધીરેન લાલન, ભુજ સાત સંઘ અધ્યક્ષ સ્મીતભાઇ ઝવેરી, અચલગચ્છ જૈન સંઘ ભુજનાં પ્રમુખ મહેન્દ્રભાઇ ડી. શાહ, જીતુભાઇ ઝવેરી, દીપક રાજા, પ્રબોધ મુનવર, નીલેશ મહેતા, વાડીલાલ દોશી, નીરવ શાહ, રાજન મહેતા, કેયુર મહેતા, હર્ષ શાહ, ભાવિન શાહ તથા સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બંને બસોનો લાભ લેવા જૈન સમાજને અનુરોધ કરવામાં આવ્યો હતો.
ભુજ પાલીતાણા સ્લીપર કોચ એસ.ટી.બસ ભુજથી દરરોજ સાંજે 4-45 કલાકે ઉપડી પાલિતાણા વહેલી પરોઢે 2-45 વાગ્યે પહોંચશે. જ્યારે વળતી ટ્રીપમાં પાલિતાણાથી રાત્રે 8 વાગ્યે ઉપડી વહેલી સવારે 5:50 વાગ્યે ભુજ પહોંચશે. ભુજથી પાલિતાણા વચ્ચે એક તરફની મુસાફરીનું ભાડું 455 રૂપિયા રહેશે. ભુજથી શંખેશ્ર્વર થઈ અમદાવાદ જતી એસ.ટી. સ્લીપર કોચ બસ તા. 1-4 થી શરૂ થશે. જે ભુજથી સાંજે 6-30 કલાકે ઉપડશે. જ્યારે પરત અમદાવાદથી સાંજે 18 કલાકે ઉપડી વાયા શંખેશ્વર થઈ વહેલી સવારે 4:30 વાગ્યે ભુજ પહોંચશે. આ બસમાં ભુજ અમદાવાદ વચ્ચે એક તરફી ભાડું 463 રૂપિયા રહેશે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
