<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

દાતાઓના સહયોગથી મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના પવિત્ર દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું.

નવકુંડી યજ્ઞ અને અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટીઓ, દાતાઓ સહિતના નગરજનો જોડાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીના લીલાપર રોડ ઉપર શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યુત સ્મશાન આવેલું છે અને ત્યાં દાતાઓના સહયોગથી 32 લાખના ખર્ચે બનાવવામાં આવેલ નવનિર્મિત રામધૂન સત્સંગ હોલનું રામનવમીના પવિત્ર દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેની સાથો સાથ નવકુંડી યજ્ઞ અને અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટીઓ, દાતાઓ સહિતના નગરજનો જોડાયા હતા.

મોરબી શહેરના લીલાપર રોડ પર છેલ્લા 22 વર્ષથી વિદ્યુત સ્મશાન કાર્યરત છે અને અને ત્યાં વર્ષો પહેલા રામધૂન શરૂ કરવામાં આવી હતી અને દરરોજ બપોરે 2:00 થી 6:00 સુધી યોજાતી રામધૂનમાં સત્સંગીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હતી જેથી કરીને ત્યાં 2150 ફૂટના વિશાળ ‘શ્રી રામધૂન સત્સંગ હોલ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. તે સત્સંગ હોલનું રામનવમીના દિવસે મહામંડલેશ્વર યોગીજી મહારાજ, ભાણદેવજી મહારાજ, મહંત શરદમુની ઉદાસીન, ભાવેશ્વરી માતાજી અને હંસાગીરી માતાજી તેમજ દાતાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર્યસમાજ દક્ષિણ અને વૈદિક યજ્ઞ સમિતિ દ્વારા નવકુંડી યજ્ઞ અને મોક્ષધામ ધૂન મંડળ દ્વારા 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલેખનીય છે કે, આ સત્સંગ હોલ માટે રૂપિયા 10,51,000 ઉષાબેન ભાલોડીયા (ડો. જી.પી. ભાલોડીયા) દ્વારા આપવામાં આવેલા છે વધુમાં ટ્રસ્ટીઓ પૈકીના ચંદ્રકાંતભાઇ દફતરી, દિલુભા જાડેજા તેમજ ભરતભાઈ કારીયા પાસેથી મળતી માહિતી પ્રમાણે લોકો પોતાના નવા મકાનનું વાસ્તુ કરી છે તેવી જ રીતે આ સત્સંગ હોલ ખાતે નવ કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધર્મ સભા યોજાઈ હતી જેમાં દાતાઓ સહિતનાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

(1:02 AM IST)