<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

​મોરબી જિલ્લા પોલીસ બેડામાં મોટો ફેરફાર: ૮ બિનહથિયારી PIની બદલી, ૫ નવા અધિકારીઓની નિમણૂંક

લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ અને ટંકારા પોલીસ સ્ટેશનના અમલદારની પણ બદલી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૬ : ગુજરાત રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા રાજ્યભરમાં બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની બદલી અને બઢતીના સામૂહિક આદેશો જારી કરવામાં આવ્યા છે. આ આદેશો અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વ્યાપક ફેરફારો થયા છે, જેમાં જિલ્લામાં ફરજ બજાવતા ૮ અનુભવી અધિકારીઓની અન્યત્ર બદલી કરવામાં આવી છે, જ્યારે ૫ નવા અધિકારીઓને મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

​મોરબી જિલ્લામાંથી વિદાય લેતા ૮ પોલીસ ઇન્સ્પેક્ટરો:

​જિલ્લામાં લાંબા સમયથી કાર્યરત નીચે મુજબના અધિકારીઓની જાહેર હિતાર્થે અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. કે. એમ. છાંસીયા: મોરબી થી સુરત શહેર, એન. આર. મકવાણા: મોરબી થી અમદાવાદ શહેર, એમ. પી. પંડયા: મોરબી થી પશ્ચિમ રેલવે (વડોદરા), કે. જે. માથુકીયા: મોરબી થી સાબરકાંઠા, કે. એ. વાળા: મોરબી થી રાજકોટ શહેર, એચ. એ. જાડેજા: મોરબી થી અમદાવાદ શહેર, એમ. આર. ગોઢાણીયા: મોરબી થી અમદાવાદ શહેર, પી. ડે. સોલંકી: મોરબી થી એ.સી.બી. (ACB)

​

મોરબી જિલ્લામાં નિયુક્ત થયેલા ૫ નવા પોલીસ ઇન્સ્પેક્ટરો

 

 

​ખાલી પડેલી જગ્યાઓ પર રાજ્યના અન્ય ભાગોમાંથી નીચે મુજબના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જે. ડી. ઝાલા: જી.પી.એ. કરાઈ થી બદલી થઈને મોરબી, એન. એસ. ઘેટીયા: મહેસાણા થી બદલી થઈને મોરબી, વી. એસ. સિંધવ: આણંદ થી બદલી થઈને મોરબી, જે. એસ. ગામીત: રાજકોટ શહેર થી બદલી થઈને મોરબી, કે. એ. આલ: સાબરકાંઠા થી બદલી થઈને મોરબી

​             આ ઉપરાંત, બઢતીની યાદી મુજબ પણ કેટલાક અધિકારીઓ મોરબી જિલ્લામાં જોડાય તેવી શક્યતા છે. રાજ્ય પોલીસ વિભાગના આ આદેશો મુજબ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા થઈ નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે.

(2:33 PM IST)