<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

કોડીનારના કરેડા ગામે ૧૨ ગેસ સિલિન્‍ડર જપ્‍તઃ એકની ધરપકડ

કોડીનાર,તા.૨૬:  તાલુકાના કરેડા ગામે LCB પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા ૧૨ ગેસ સિલિન્‍ડર જપ્ત કર્યા છે.  કરેડા ગામના આંબલી શેરી વિસ્‍તારમાં આવેલા ગોવિદભાઈ ભાણાભાઈના મકાન પર દરોડો પાડયો હતો. તલાશી દરમિયાન, મકાનમાંથી ભારત ગેસના કુલ ૧૨ સિલિન્‍ડર મળી આવ્‍યા હતા આમાંથી ૯ ખાલી હતા જ્‍યારે ૩ ભરેલી હાલતમાં મળી આવ્‍યા હતા. પોલીસે તમામ ગેસ સિલિન્‍ડર કબજે કર્યા હતા, જેનો અંદાજિત કુલ મુદ્દામાલ ૩૯,૦૦૦ આંકવામાં આવ્‍યો છે.આ મામલે પોલીસે ગોવિદભાઈ ભાણાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ દરોડાની કાર્યવાહીમાં હેડ કોન્‍સ્‍ટેબલ એચ.બી. ગોહિલ, ઇમ્‍તિયાઝભાઈ ઓઠાભાઈ અને પેરોલ ફર્લો સ્‍ક્‍વોડના ઉદયસિંહ સોલંકી સહિતના સ્‍ટાફ જોડાયો હતો.

(10:46 AM IST)