<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ગર્ભાશયના મુખના કેન્સર સામે HPV રસીકરણનો રાષ્ટ્રવ્યાપી અભિયાન

મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ.

 

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નારી શક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોપરી ગણતી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) ના નિર્મૂલન માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી સમયમાં સમગ્ર દેશની સાથે મોરબી જિલ્લામાં પણ ૧૪ વર્ષની વયની કિશોરીઓ માટે ‘HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ’ અભિયાન શરૂ છે અને દીકરીઓને રસી અપાઈ રહી છે.

    મોરબી જિલ્લામાં અંદાજે ૯,૫૦૦ જેટલી દીકરીઓને આ રસી આપવાનું ભગીરથ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. કે. શ્રીવાસ્તવના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા એક ‘સ્ટ્રેટજીક એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ૧૪ વર્ષ પૂર્ણ કરનાર (પરંતુ ૧૫ વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેવી) દીકરીઓની ઓળખ માટે આશા કાર્યકરો દ્વારા ‘હેડ કાઉન્ટ સર્વેની કામગીરી પૂર્ણ કરી શાળામાં અભ્યાસ કરતી હોય કે શાળા બહારની, તમામ લક્ષિત દીકરીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ રસી તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી રહી છે

(12:36 AM IST)