<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રામનવમી પર્વની ભવ્‍યતાથી ઉજવણી

જો કે ધાર્મિક દ્રષ્‍ટીએ આ વખતે જુદી-જુદી જગ્‍યાએ ગુરૂવાર અને શુક્રવારે બે દિવસ ઉજવણી થશે

રાજકોટ, તા.૨૫: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે શ્રી રામનવમી પર્વ ઉજવાશે. આ વખતે ધાર્મિક દ્રષ્‍ટીએ જુદી-જુદી જગ્‍યાએ ગુરૂવાર અથવા તો શુક્રવારે રામનવમી ઉજવાશે.

ગોંડલ

રામનવમીનાં પવિત્ર પર્વ પ્રસંગે ગોંડલનાં પ્રસિધ રામજી મંદિર ખાતે રામચરિત માનસ સમુહ પાઠ તથા લઘુરામ યજ્ઞનું આયોજન કરાયું છે. રામચરિત માનસ સમુહ પાઠ પ્રખર રામાયણી પુ. શ્‍યામસુંદરજી મહારાજ દ્વારા સંગીતમય શૈલીમાં કરાશે. ભગવાન શ્રીરામ જન્‍મોત્‍સવ બપોરનાં ૧૨:૩૦ કલાકે ઉજવાશે. લઘુરામ યજ્ઞનું બીડુ સાંજે ચાર કલાકે હોમાશે. ઉપરોક્‍ત પ્રસંગે સત્‍સંગ, કિર્તન તથા ભંડારાનુ આયોજન કરાયું છે. શ્રીરામજી મંદિરનાં મહંત પુ.જયરામદાસ મહારાજ તથા સદગુરુ શિષ્‍ય પરિવાર દ્વારા ધાર્મિક લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

શ્રધ્‍ધાનાં પ્રતિક સમા શ્રી તરકોષી હનુમાનજી મંદિર ખાતે રામનવમી પ્રસંગે સાંજે મહાઆરતી તથા મહાપ્રસાદનાં આયોજન સાથે ફરાળની વ્‍યવસ્‍થા કરાઇ છે. મંદિરનાં મહંત રાજુબાપુ અગ્રાવતની યાદીમાં જણાવાયુ છે.

(12:12 PM IST)