News of Wednesday, 25th March 2026
ટ્રમ્પની સુફીયાણી વાતોથી યુધ્ધ રોકાઇ શકે? ટ્રમ્પની વાતો વચનો વિશ્વાસપાત્ર કેમ નથી ઠરી રહ્યા?
ઇરાન વધુને વધુ મજબૂત બની રહ્યુ છે તેના મુળમાં ઇરાનને કોઇ અદૃશ્ય મદદ મળી રહી છે!

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રપ :.. ટ્રમ્પ પર ઇરાનને જરાપણ વિશ્વાસ નથી. ઇરાનની લીડરશીપની નજરે ટ્રમ્પ એક દગાખોર વ્યકિત છે. ટ્રમ્પનો તાઝો ભૂતકાળ જોઇએ તો અમેરિકા સાથે વાતચીતનો દૌર ઇરા સાથે ચાલી રહ્યો હતો. એ સમયે જ અમેરિકા દ્વારા ઇરાનના પરમાણુ કેન્દ્રો પર ભારે હૂમલો કરાયો. જો કે તે સમયે ઇરાન દ્વારા શરતોને માન્ય પણ રખાઇ રહી હતી. બાદમાં ઇરાન સાથે જ અમેરિકા દ્વારા વાતચીતનો દૌર ચાલી રહ્યો હતો. તે સમયે જ અચાનક અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઇરાનના સુપ્રીમ લીડરની નીર્મમ હત્યા સુધી દેવાઇ. હવે આવા કડવા અનુભવો બાદ ઇરાની લીડરશીપ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા યુધ્ધ વિરામ કે યુધ્ધ પુરૂ થવાની સુફીયાણી વાતો પર કઇ રીતે વિશ્વાસ કરી શકે છે. માત્ર ઇરાન જ નહી. વિશ્વના અન્ય દેશો પણ ટ્રમ્પ ફરતી-ફરતી વાતો પર શું વિશ્વાસ કરે છે...?
જો આવનારા દિવસોમાં ટ્રમ્પ અને નેતન્યાહૂ ની બાદબાકી સાથે જો અન્ય દેશ નેતાઓનો સમુહ ઇરાને મૂકેલી શરતો ને અમલમાં મૂકે તો કદાચ યુધ્ધ વિરામની હળવી આશા ઉજાગર થાય. જો કે ત્યાં પણ ટ્રમ્પની જગત જમાદારી નડશે. ટ્રમ્પ-નેતન્યાહૂની ગર્વસભરની ગુરૂતા ગ્રંથીનું લેવલ જયાં સુધી નીચુ નહીં આવે ત્યાં સુધી ઇરાન-ઇઝરાયેલ યુધ્ધ અને તેને કારણે વૈશ્વિક સ્તરે આર્થિક સહિતના જે સંકટો હવે ગંભીર બની રહ્યા છે તે દૂર નહીં થઇ શકે. યુધ્ધ વિરામ માટે ઇરાને મૂકેલી શરને પુરી રીતે અમલમાં આવે તો ચિત્ર લાંબા સમયે પલ્ટી શકે.
હવે મહત્વની વાત એ કે, ટ્રમ્પ અને નેતન્યાહૂ ઇરા સામે લાચાર સ્થિતિએ કેમ દિન-પ્રતિદિન આવી રહ્યા છે અને તે સામે ઇરાન કેમ અજેય દેશ તરીકે વધુ ને વધુ મજબૂત બની રહ્યો છે ? તેનું એક માત્ર સચોટ કારણ એ છે કે ઇરાન પર નિરાકાર સૃષ્ટિના સર્જનહારની કૃપા મદદ અવિરત મળી રહી છે. આ એક અદૃશ્ય મદદ છે જેનો ઇરા ને તેની લીડરશીપ નકાર નથી કરી રહી પણ દૃઢતા પૂર્વક માન્ય રાખી રહી છે. જો આ ઇરાનને આવી અદૃશ્ય મદદ અવિરત મળી રહી ન હોત તો ઇરાન આટલો સમય અમેરિકા-ઇઝરાયેલ સામે ટકી શકયો ન હોત. અત્યારે ઇરાન માત્ર ટકી શકયુ જ નથી. પણ વધુને વધુ સક્ષમ બની ઉભરી રહ્યું છે. હોર્મઝ સ્ટ્રેટ ઇરાનની આર્થિક સ્થિતિને સધ્ધર કરી દેવાની છે. અમેરિકા-ઇઝરાયેલ - ઇરાન યુધ્ધને રપ દિવસ થવા પર યુધ્ધ વિશેષજ્ઞો દ્વારા ધીમા સ્વરે જે ભીતિ ચર્ચાઇ રહી છે તે એ છે કે, આવનારા દિવસોમાં ટ્રમ્પ અને નેતન્યાહૂ પર વ્યકિતગત જોખમ ઉભુ થઇ શકે છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
