<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

જસદણ શ્રીનાથજી હવેલીમાં યમુનાજી પ્રાગટય મહોત્સવ ધામધૂમથી ઉજવાયોઃ કીર્તન, નંદમહોત્સવ, મહાપ્રસાદ યોજાયો

 

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૪: શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજી હવેલીમાં ચૈત્ર સુદ છઠ ના રોજ યમુનાજી  પ્રાગટ્ય મહોત્સવના દિવસે ઠાકોરજીના ભવ્ય દર્શન યોજાયા હતા. દર્શન દરમિયાન  કીર્તનીયાઓએ કીર્તનની રમઝટ બોલાવી હતી. પલના, નંદ મહોત્સવ, રાજભોગ દર્શન, આરતી વગેરે યોજાયા હતા. દર્શન બાદ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો માટે મહાપ્રસાદ યોજાયો હતો. પુષ્ટિમાર્ગીય  વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજી હવેલી જસદણમાં ચાલતા શ્રી હીરાબેન ચંદુલાલ પટેલ યમુનાજી પ્રાગટ્ય મહોત્સવ ફંડના ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવમાં વૈષ્ણવો ખૂબ જ ભકિત ભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. સાંજે  જસદણ હવેલીના યમુના મહિલા મંડળ દ્વારા બહેનો માટે યમુનાષ્ટકના પાઠ તેમજ સત્સંગ યોજાયા  હતા તેમ શ્રીનાથજી હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદી જણાવે છે.

(10:49 AM IST)