તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
મોરબી માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડીંગને પગલે સપ્તાહનું મીની વેકેશન જાહેર.
તા. ૨૫ માર્ચથી તા. ૩૧ માર્ચ સુધી યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર: તા. ૨૪ માર્ચ મંગળવારે સવારે ૧૦ કલાક સુધી જ આવક આવવા દેવાશે બાદમાં ઉતરાઈ બંધ રહેશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડીંગને કારણે તા. ૨૫ થી ૩૧ માર્ચ સુધી એક સપ્તાહનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય અને વેપારીઓને હિસાબ કાર્ય પૂર્ણ કરવાનું હોવાથી અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે છે તા. ૨૫ માર્ચથી તા. ૩૧ માર્ચ સુધી યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે તા. ૨૪ માર્ચ મંગળવારે સવારે ૧૦ કલાક સુધી જ આવક આવવા દેવામાં આવશે બાદમાં ઉતરાઈ બંધ રહેશે.
તા. ૨૫ ને બુધવારે પેન્ડીંગ માલની હરાજી લેવામાં આવશે તા. ૩૧ ને મંગળવારે બપોરે ૪ કલાકથી આવક આવવા દેવામાં આવશે તા. ૦૧ એપ્રિલને બુધવારથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરાજી કામકાજ શરુ કરવામાં આવશે જેની તમામ લોકોએ નોંધ લેવા જણાવ્યું છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
