તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ઓર્કિડ-સેવંતીના પુષ્પોનો મનોહર શણગાર
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ હનુમાનજીદાદાને સિલ્કના કાપડમાંથી તૈયાર કરેલા દિવ્ય વાઘા અર્પણ

રાજકોટ તા.૨૩ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સિલ્કના કાપડમાંથી તૈયાર કરેલા દિવ્ય વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સિંહાસનને ઓર્કિડ અને સેવંતીના મિશ્ર ફૂલો દ્વારા અત્યંત મનોહર અને કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. વહેલી સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી ઉતારવામાં આવી હતી, જેના દર્શન કરી ભક્તોએ મનોવાંચ્છિત ફળની પ્રાર્થના કરી હતી.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
