તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
પોરબંદર ગ્રામ્યમાં ૧૪.૭૩ કરોડના રસ્તાઓના કામોનું અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્તે ખાતમુહુર્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.ર૩: વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે રૂ.૧૪.૭૩ કરોડથી વધુંના ગ્રામ્ય રસ્તાઓના કામોના ખાતમુહૂર્ત કરાયા હતા.
આ વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પોરબંદર વિધાનસભા વિસ્તારના બખરલા, નટવરનગર, અડવાણા, હાથીયાણી અને મોઢવાડા ગામો ખાતે પાંચ ગામોમાં રુ.૧૪.૭૩ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા ગ્રામ્ય માર્ગોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ ્રસંગે મંત્રીશ્રી અર્જુનભાઇએ જણાવ્યું કે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ ગ્રામ્ય માર્ગો બનાવવાના કામો થયા છે તેમજ જિલ્લામાં બાકી રહેલા સિંચાઈ સંબંધિત તળાવો, વેકરા અને ચેકડેમ જેવા કામોને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અને બરડા વિસ્તારના સિંચાઈના કામો માટે બરડા ઘેડ યોજના હેઠળ રૂ. ૩૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઇના હસ્તે બરડા વિસ્તારના ઝર સિમશાળા, બખરલા ખાતે રૂ. ૨.૪૪ કરોડથી વધુના ખર્ચ તૈયાર થનાર જુના ચાંમુડા માતાજીના મંદિ૨થી આદિત્યાણા, કાટવાણા સુધીના ડામર રસ્તાનું ખાતમુહર્ત, ગાત્રાળ માતાજીના મંદિર, નટવરનગર ખાતે રૂ. ૬૬ લાખથી વધુના ખર્ચે નટવ૨ પાટીયાથી હાથલા રસ્તાનું ખાતમુહર્ત, બસ સ્ટોપ, અડવાણા ખાતે રૂ. ૬.૪૧ કરોડના ખર્ચે અડવાણા, ભેટકડી, ગોરાણા જતા રસ્તાનું ખાતમુહર્ત,મોઢવાડા ખાતે રૂા.૩.૧૩ કરોડ ખર્ચે સમસુરધારથી શીશલી તરફ જતા રસ્તાનું ખાતમુહુર્ત અને હાથીયાણી ખાતે રૂ.૨.૦૯ કરોડના ખર્ચે હાથીયાણી વડાળા જતા રસ્તાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. અને વિસાવાડા ખાતે રાજી સતિઆઈના મંદિરે સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ખાતમુહુર્ત કાર્યક્રમો દરમિયાન મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગઠીયા, જિલ્લના માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર શ્રી પિયુષ સિંગરખીયા,અગ્રણી સર્વશ્રી અશોક મોઢા, આવડા ઓડેદરા, અરસી ખુટી, વિરમ કારાવદરા, વિક્રમ ઓડેદરા, પ્રતાપ કેશવાલા સહિતનાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
