<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

માછીમારોને ફિશીંગ બોટમાં અગાઉ નક્કી થયેલ રાહત દરેનું ડીઝલ મળશે

પોરબંદર બોટ એસોસિએશન દ્વારા સરકાર દ્વારા માછીમારોને અપાતા ડીઝલનો પરત ખેંચેલા ભાવ વધારાને આવકાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૩: માછીમાર બોટ એસોસિયેએશને માછીમારો ના હિત સરકારેમાછીમારી બોટના ડીઝલ ભાવમાં ભારત પેટ્રોલિયમ દ્વારા કરાયેલો રૂ ૨૨.૪૩ નો ભાવ વધારો પાછો ખેંચાયો, તેને આવારીને રાજ્‍યના માછીમારોને બોટ માટે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે તેમ જણાવેલ છે.

માછીમાર ભાઈઓના આર્થિક હિતોના રક્ષણ માટે મુખ્‍ય મંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા મત્‍સ્‍યોદ્યોગ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનાં નેતળત્‍વ હેઠળની રાજ્‍ય સરકારે ભારત સરકારમાં અસરકારક રજૂઆત કરીને માછીમારી બોટનાં ડીઝલનાં ભાવ વધારા અંગે મહત્‍વનો ઉકેલ લાવ્‍યા છે. તે બદલ ગુજરાત સમસ્‍ત ખારવા સમાજ અને પોરબંદર માચ્‍છીમાર બોટ એસોસીએશન ગુજરાતનાં માછીમાર ભાઈઓ વતી ખુબ ખુબ હર્દય પુર્વક આભાર વ્‍યક્‍ત કરે છે.

(૧) ગુજરાત સરકારનાં મત્‍સ્‍ય સંઘ  દ્વારા માછીમારોને ડિસ્‍કાઉન્‍ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ  સાથે ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ ૨૨.૪૩ નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ ગંભીર બાબતને ધ્‍યાને લઈ માછીમારી સમાજનાં સ્‍થાનિક આગેવાનો અને વિવિધ માછીમારી સંસ્‍થાઓ દ્વારા સાંસદશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ સાથે ટેલીફોનીક રજુઆત કરવામાં આવેલ હતી અને સાંસદશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓએ ત્‍વરિત માછીમારોનાં હિતમાં નિર્ણય લેવા રાજ્‍યના મત્‍સ્‍યોધોગ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરવામાં આવી હતી. વિષયની ગંભીરતાને ધ્‍યાને લઈને મત્‍સ્‍યોદ્યોગ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્‍ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેન્‍દ્ર સરકારને આ અંગે હસ્‍તક્ષેપ કરવા રજૂઆત કરી હતી.

મંત્રીશ્રીએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, જે રીતે રાજ્‍ય માર્ગ પરિવહન નિગમને ભાવ વધારામાંથી મુક્‍તિ આપવામાં આવી છે, તે જ રીતે મત્‍સ્‍યોદ્યોગ ક્ષેત્રને પણ શ્નસ્‍પેશિયલ એક્‍સેપ્‍શનઙ્ખ ગણીને રાહત આપવી જોઈએ. માછીમારોને શ્નકન્‍ઝ્‍યુમર સેગમેન્‍ટઙ્ખને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણવા મંત્રીશ્રીએ આગ્રહ કર્યો હતો.

 વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ કેન્‍દ્ર સરકારે ગુજરાતનાં માછીમારોની આ વાજબી રજૂઆતને સ્‍વીકારી છે. જેના પરિણામે, કેન્‍દ્ર સરકારે ભારત પેટ્રોલિયમને માછીમારોની બોટમાં વપરાતા ડીઝલનાં ભાવમાં કરાયેલો રૂ. ૨૨.૪૩ નો ભાવ વધારો પાછો ખેંચવા સ્‍પષ્ટ સૂચના આપી છે. જેથી રાજ્‍યના માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્‍ત થશે તેમ મુકેશભાઇ પ્રેમજીભાઇ પાંજરી પ્રમુખ  પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા જણાવેલ છે. 

(1:48 PM IST)