તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા
મોરબીમાં રહેતા યુવાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈને 10 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધા હતા તેની સામે લાખો રૂપિયા વ્યાજના ચૂકવ્યા છતાં પણ યુવાન પાસેથી વ્યાજ તથા મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૧ : મોરબીમાં રહેતા યુવાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈને 10 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાખો રૂપિયા વ્યાજના ચૂકવ્યા હતા તેમ છતાં પણ યુવાન પાસેથી વ્યાજ તથા મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી અને તેની દુકાન તથા મકાનનો અસલ દસ્તાવેજ પણ પડાવી લેવામાં આવેલ હતા જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસે 5 પૈકીનાં 3 આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના સનાળા ગામ પાસે આવેલ ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધારેશભાઈ બચુભાઈ કેડ (40)એ દેવશીભાઈ બીજલભાઇ વેરાણા, હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા, મયુર ઉર્ફે દેવો દિલીપભાઈ કરોતરા, રમેશભાઈ મનાભાઇ વાંક અને ભરતભાઈ હેમુભાઇ સોલંકી રહે.
જીઆઇડીસી ના નાકા પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ દેવશીભાઈ વેરાણા પાસેથી 30 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે, હર્ષદભાઈ પાસેથી 20 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે, મયુરભાઈ પાસેથી 14 લાખ 2.5 ટકાના વ્યાજે, રમેશભાઈ પાસેથી 10 લાખ રૂપિયા 2 ટકાના વ્યાજે અને ભરતભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે લીધેલા હતા જેની સામે ફરિયાદી લખો રૂપિયા ચૂકવી દીધા હતા તો પણ તેની પાસેથી આરોપીઓ દ્વારા વ્યાજ અને મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને વ્યાજ ન ચૂકવતા ફોન ઉપર ગાળા ગાળી કરી હતી અને હર્ષદભાઈએ
ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે રમેશભાઈએ ફરિયાદીની દુકાન તથા ફરિયાદીના પત્નીનો મકાનનો અસલ દસ્તાવેજ કબજે કરી લીધો હતો અને પાંચેય આરોપીઓએ ફરિયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને મોતનો ભય બતાવ્યો હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 5 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા
માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એ.ગઢવી અને તેઓની ટીમ દ્વારા આરોપી દેવશીભાઈ બીજલભાઇ વેરાણા (39) રહે. મકનસર, હર્ષદભાઈ પોલાભાઈ ટમારિયા (32) રહે. બોડકા અને ભરતભાઈ હેમુભાઈ સોલંકી (35) રહે. જીઆઇડીસીની સામે અનુપમ સોસાયટી મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
