તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
માધવપુરના મેળામાં બિન આરોગ્યપ્રદ વસ્તુઓના વેંચાણ ઉપર પ્રતિબંધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૧: જિલ્લાના માધવપુર ગામ ખાતે યોજાનાર માધવપુર ઘેડના મેળાના સમય દરમ્યાન લોકોના જાહેર આરોગ્યને નુકશાન ન થાય અને ચેપીરોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે સાવચેતીના પગલા લેવા માટે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૪૩/૧ અન્વયે તા.૨૭ થી તા.૩૧ સુધી દિન-૫(પાંચ) બંને દિવસો સહિત સુધીની મુદત માટે માધવપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં તેમજ તેની આજુબાજુ આઠ કિ.મી.ના વિસ્તારમાટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
આ જાહેરનામાં અનુસાર મેળાના વિસ્તારમાં ગંદકી કરવી નહી તેમજ અન્ય કોઈ બીન આરોગ્યપ્રદ વસ્તુઓ અને બિનકલોરીન યુક્ત પાણીનો ઉપયોગ કરવો નહી. પીવાનું પાણી, પીવા માટે ઉપયોગમાં ન આવે તેવા કોઈ પણ પ્રકારના કળત્યો કરવા નહી અને પીવાના પાણી તેમજ બ૨ફ બનાવવા માટે કલોરીન યુક્ત પાણીનો વપરાશ કરવો.
આ મેળામાં દુધ તથા દહીંની બનાવટમાં સ્થાનિક બનાવટની કુલ્ફી તથા વાપરવામાં આવતું દુધ વાસી ન હોવું જોઈએ અને સ્થાનિક બનાવટમાં કલોરીનેટેડ સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરવો. તેમજ સ્થાનિક બનાવટના બરફના ગોલાની બનાવટમાં અખાધ કલ૨/અખાધ અન્ય સામગ્રી વા૫૨વી નહી. અખાધ/બિનઆરોગ્યપ્રદ, બગડેલ અને વાસી વસ્તુઓનું વેચાણ કરવું નહી. ઠંડા પીણાઓમાં બિનઆરોગ્યપ્રદ કે શરીરને નુકશાન કરે તેવી સામગ્રીનો ઉપયોગ કરવો નહી
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
