તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
પાલીતાણામાં પંચાયત સભ્યોના સભ્યપદ રદ કરવા માંગણી
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા થોરાળી ગામના બે ગ્રામ પંચાયત સભ્યો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા થોરાળી ગામના બે ગ્રામ પંચાયત સભ્યો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સભ્ય નિરાલીબેન મકવાણાને ત્રણ બાળકો હોવાથી ગુજરાત પંચાયત ધારા મુજબ તેમનું સભ્યપદ રદ કરવા માંગ કરાઈ છે. આ ઉપરાંત, અન્ય એક સભ્ય મંજુબેન વાઘેલાના ઘરે પંચાયતના નિયમ મુજબ શૌચાલયની સુવિધા ન હોવાથી તેમને પણ ગેરલાયક ઠેરવવા રજૂઆત કરવામાં આવી છે. દલિત સમાજના આગેવાનો અને મંચના હોદ્દેદારોની હાજરીમાં આ આવેદન આપી તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી સભ્યપદ રદ કરવાની માંગણી દોહરાવવામાં આવી છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
