News of Thursday, 19th March 2026
તળાજા નજીક હાઇવે પરના પુલ પરના પાઇપ સાથે સાડી બાંધી યુવકે જાહેરમાં ગળાફાંસો ખાધો
મૃતકના પત્નિ અઢી માસ પહેલા પડોશી પરિણિત યુવાન સાથે નાસી ગયેલ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૯: તળાજા પંથકમાં રોયલ ચોકડી થી આગળ નેશનલ હાઇવે ના પુલ પર,ભાવનગર તરફ જતા એક યુવાન પુલ પરના લોખંડ ના પાઈપ સાથે સાડીબાંધી ગળેફાંસો ખાઈ લટકેલ હાલતમાં હોવાની માહિતી મળતા ઇમરજન્સી પોલીસ વાહન ૧૧૨ ના હેડ.કો અરવિંદભાઈ ડાભી અને ૧૦૮ દોડી આવ્યા હતા.લોકો ટોળે વળ્યા હતા. પુલ પરથી એક બાઇક નં.જીજે ૪ બીસી-૭૪૨૮ મળી આવ્યું હતું.મળતકના ફોટા અને બાઇક નંબરના આધારે મળતકની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. જેમા યુવક જુનાશોભાવડ ગામના અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મુકેશ માધાભાઈ ગેગડીયા હોવાનું જાણવા મળ્યુંહતું.
પોલીસે તળાજા ફાયરની ટિમને બોલાવી મળતક મુકેશભાઈ ગેગડીયાની લાશને પોસ્ટમોર્ટમ માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
મળતકની બાઇક પરથી એક થેલીમા દોરડું પણ મળી આવ્યું હતું.વહેલી સવારે ચારેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને લઈ મળતકના પિતા, પુત્ર એ આસી.સબ.ઇન્સપેક્ટર નિખિલ પંડ્યા સમક્ષ મીડિયા અને અનેક લોકોની હાજરી વચ્ચે જણાવ્યું હતુ કે મળતકના પત્ની અઢીમાસ પહેલા બાજુમાજ રહેતા પરણિત યુવાન એક સંતાનના પિતા હિતેશ પ્રવિણભાઈ પરમાર સાથેભાગી ગયેલ હોય તેના પરિવાર જનો તેને લઈ ધમકીઓ આપતા હોય તેના કારણે અંતિમ પગલું ભર્યું છે. તેઓના મોત પાછળ હિતેશ પરમાર અને તેના પરિવારજનો જવાબદાર છે નો આરોપ લગાવ્યો હતો.
ગળેફાંસો ખાધો કે મારીને ટીંગાડી દેવામા આવ્યો?
બનાવ ને લઈ પોલીસ,મળતકના પરિવાર જનો અને ટોળે વળેલા લોકોમાં એક ચર્ચા એવી હતીકે આરીતે ગળેફાસો કઈ રીતે ખવાય? પહેલા ગળાપચી દબાવીને મારી નાખ્યા બાદ અહીં લટકાવી દેવામા આવ્યો તો નહીં હોય ને તેવી શંકા વ્યક્ત કરવામાં આવતી હતી.જે સાડી થી ગળેફાંસો ખાધો છે તે સાડી યુવાન ગળે વીંટાળીને નીચે ઠેકડો મારે તો યુવાન નો વજન ઝીલી શકે ખરા? તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી છે તેમાં શુ લખ્યું છે અને તે કોણે લખી છે તે બાબતે પણ પોલીસ તપાસ કરશે.જોકે પોલીસ દ્વારા સ્યુસાઇડ નોટ કોઈપણને વાંચવા આપવાનો નનૈયો ભણી દીધો હતો.
પરિવારજનો અમોને
ધમકાવતા હતા :પિતા
ળેફાંસો ખાઈ માસૂમ બે પુત્ર,પિતા,ભાઈને છોડી જનાર મળતકના પિતા માધાભાઈ ગેગડીયાનું હોસ્પિટલ ખાતે આક્રંદ સૌકોઈને વ્યથિત કરનાર હતું.તેઓએ પોલીસ ને જણાવ્યું હતુ કે મારા દીકરાની વહુ ને લઈ જનાર હિતેશ ના પરિવાર જનો બાજુમાજ રહે છે. તેઓ ધમકાવતા હતા કે આ બાબતે કોઈને કહેશો તો મારવામા આવશે. માનસિક રીતે ત્રાસ આપતા હતા.
મારા પપ્પાને વારંવાર ફોનમાં ધમકાવતા હતાઃપુત્ર
મળતક ને બે પુત્ર છે.મોટો પુત્ર રવિ આશરે પંદરેક વર્ષનો છે.તેમણે પોલીસ ને જણાવ્યું હતુ કે મારા પપ્પા મને બધીવાત કરતા હતા.મારી મમ્મી જેનીસાથે છે તે હિતેશ મોબાઈલ કરી ને માનસિક ત્રાસ આપતો હતો. ધમકાવતા હોવાના કારણે પપ્પા ટેંશન મા રહેતા હતા.અમદાવાદ ખાતે રહેતા હિતેશ ના સગા ત્યાં સાચવી ને બેઠા છે.હિતેશ ને પણ સંતાન છે.અસામાજિક પગલું ભરતા તેની પત્ની ને પિયરમાં જવાનો વખત આવ્યો છે. મારા પિતાના મોતના જવાબદારને સજા થવી જોઈએ.
બનાવને લઈ ઇન્ચા. પો.ઇ ખાંભલા એ જણાવ્યું હતુ કે જે આરોપો લગાવી રહ્યા છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદજ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.હાલ એ.ડી દાખલ કરી છે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
