News of Wednesday, 18th March 2026
દસાડામાં પોલીસ કર્મચારી ભરત મેમકિયા ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયો
અમદાવાદ એસીબી ટીમની સુરેન્દ્રનગર જીલ્લામાં કાર્યવાહીઃ આરોપીને માર ન મારવા રૂપિયા લીધા'તા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ :.. સુરેન્દ્રનગર જીલ્લાના દસાડામાં પોલીસ કર્મચારી ભરત મેમકિયા ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયો છે.
સુરેન્દ્રનગર દસાડા પોલીસ મથકનો પોલીસ કર્મચારી એસ સી બી એ ઝડપી પાડ્યો છે જેમાં ગુનેગારને આરોપીને નહીં મારવા માટેના ૮૦,૦૦૦ ની લાંચ ના કેસમાં હાલમાં ઝડપાઈ જવા પામ્યો છે અને અમદાવાદ એસીબી દ્વારા દસાડા પોલીસ મથકના ભરત મેમકિયા નામના પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ તંત્રમાં આવા અનેક બનાવો અનેકવાર સામે આવ્યા છે ત્યારે અમુક વાર ગુનેગારો ડરના માર્યા કાંઈ કરતા નથી પરંતુ એસીબી દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ અધિકારી કોઈપણ વ્યક્તિ પાસે લાંચ રુશ્વત માંગે ત્યારે અચૂક જાણકારી આપવી જોઈએ અને જેના કારણે લાંચ લેતા અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ ફરજ પડે ત્યારે હાલમાં તો એસીબી અમદાવાદ દ્વારા દસાડા પોલીસ મથકના પોલીસ કર્મચારીને ૮૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપી પાડયા છે અને હજુ આ ૮૦,૦૦૦ ની લાંચ લેવા પ્રકરણમાં લાંચરૂશ્વત નું ખાતા દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
