<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

બાબરાના ગરણી ગામે વોકળામાં ન્‍હાવા જતા ડુબી જતા, અમરેલીમાં હાર્ટ એટેક આવી જતા, ખાંભાના ધુંધવાણામાં ઝેરી દવા પી જતા પ્રૌઢનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૭ :  જીલ્લામાં દીન પ્રતિદીન અપમળત્‍યુના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.  ત્‍યારે જીલ્લામાં વધુ ત્રણ અપમળત્‍યુના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા.

ગરણી ગામે ભરતભાઈ જીવરાજભાઈ રાઠોડ ઉ.વ.૪૧ વોકળામાં ન્‍હાવા ગયેલ ત્‍યારે અકસ્‍માતે પગ લપસી જતા પાણીના ખાડામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી તેમજ માથામાં પથ્‍થર વાગવાથી ઈજા થવાથી મોત નીપજયાનું ચંદુભાઈ જીવરાજભાઈ રાઠોડે બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

અમરેલી લીલીયા રોડ ફારમવાડીમાં રહેતા અને અમરેલી રાજયવેરા કચેરીમાં જુનિયર કલાર્ક તરીકે નોકરી કરતા અશોકભાઈ જેઠાભાઈ કાબરીયા ઉ.વ.૫૭ને હાર્ટ એટેક આવી જતા મોત નીપજયાનું ભરતભાઈ ભીખાભાઈ કાબરીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. ખાંભા તાલુકના ધુંધવાણા ગામે હાલ સુરત રહેતા વિરાભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ ઉ.વ.૫૦ છેલ્લા એકાદ વર્ષથી માનસીક બીમારી હોય અને તેમની સારવાર શરૂ હોય.અને મરણજનારને નાની નાની વાતમાં ખોટું લાગી આવતુ હોય.માતા-પિતા સાથે સામાન્‍ય બોલાચાલી થતા ધુંધવાણા ગામે આવી પોતાના ખેતરે જઈ ઘાસમાં નાખવાની ઝેરી દવા પી જતા સારવાર દરમ્‍યાન મોત નીપજયાનું કમલેશભાઈ વિરાભાઈ ચૌહાણે ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:33 PM IST)