તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
ઈરાનના હોરમુઝ સ્ટેટમાંથી પસાર થયેલું ભારતનું શિવાલિક જહાજ સવારે દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે પહોંચશે
વાડીનાર થી આઠ કિલોમીટર દૂર sbm પાસેથી જહાજ ઉભું રહેશે અને ત્યાંથી પાઇપલાઇન મારફતે lpg કાંઠા પર પહોંચાડવા વ્યવસ્થા કરાશે :સી આઇએસએફ તથા કોસ્ટ ગાર્ડ અને પોલીસની ટીમો ખડે પગે.

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળીયા : ઈરાનના હોરમુઝ સ્ટેટ માંથી પસાર થયેલું ભારતનું મહત્વ નું શિવાલિક જહાજ જે એલપીજી ગેસ ભ રીને નીકળેલું છે તે બેંગ્લોર અને મુન્દ્રા થઈ આવતીકાલે સવારે દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે પહોંચશે. તંત્ર દ્વારા પૂરી વ્યવસ્થા કરવામાં આવી. વાડીનાર થી આઠ કિલોમીટર દૂર sbm પાસેથી આ જહાજ ઉભું રહેશે અને ત્યાંથી પાઇપલાઇન મારફતે lpg કાંઠા પર પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવશે સી આઇએસએફ તથા કોસ્ટ ગાર્ડ અને પોલીસની ટીમો ખડે પગે. વહેલી સવારે શિવાલિક નું આગમન સમગ્ર દેશમાં ગેસની સ્થિતિ હળવી કરનાર બે જહાજો પૈકી એક જહાજ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે આવી પહોંચયુ છે
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
