તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન :200 બોક્સની આવક : 10 કિલોના રૂ. 2500થી 5500નો ભાવ બોલાયો
યાર્ડમાં જસાધાર, કંટાળા અને મોતીસર ગામની કેસર કેરીનું આગમન થયું: માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરી 8 દિવસ વહેલી આવી

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા ગણાતા કેસર કેરીનું આગમન થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 200 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. યાર્ડમાં જસાધાર, કંટાળા અને મોતીસર ગામની કેસર કેરીનું આગમન થયું છે. કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલોના બોક્સ ભાવ રૂપિયા 2500/-થી લઈને ઉંચામાં 5500/- સુધીના બોલાયા હતા. માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 8 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠુ ગણાતા માર્કેટ યાર્ડમાં આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો જોવા મળશે
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
