તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
જામનગર મનપા દ્વારા વેરો નહીં ભરનાર સામે આકરી કાર્યવાહી :પાણી જોડાણ બંધ કરાયા
વોર્ડ નંબર 15ના રમેશ હાર્ડવેર વળી શેરી, મારુતિનગર,લક્ષ્મીનગર,મથુરાનગર અને રવિપાર્ક ઝોનના વોર્ડ નંબર-6ના વિસ્તારો ઝપટે

જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરો નહિ ભરનારા હસામીઓનો પાણી પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો.ગોકુલનગર ઝોન હેઠળનાં નીચે જણાવેલ વિસ્તારમાં મિલકત અને પાણી વેરાની મોટી રકમ વસૂલાત માટે રીકવરીનાં ભાગરૂપે પાણી પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવેલ તેનાં વિસ્તાર અને અસરકર્તા મિલકત ધારકોની અંદાજીત સંખ્યા ની વિગત
૧. વોર્ડ નં -૧૫ રમેશ
હાર્ડવેર વાળી શેરી
૨. વોર્ડ નં -૧૫
મારૂતિનગર
૩. વોર્ડ નં -૧૫
મથુરાનગર
૪. વોર્ડ નં ૧૫
લક્ષ્મીનગર
રવિપાર્ક ઝોન હેઠળનાં નીચે જણાવેલ વિસ્તારમાં મિલકત અને પાણી વેરાની મોટી રકમ વસૂલાત માટે રીકવરી નાં ભાગરૂપે પાણી વિતરણ ના વાલ્વ ને સીલ કરી ને પાણી પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવેલ તેનાં વિસ્તાર અને અસરકર્તા મિલકત ધારકોની અંદાજીત સંખ્યા ની વિગત
૧. વોર્ડ નં -૦૬ રવિપાર્ક ટાઉનશીપ
૨. વોર્ડ નં -૦૬ જય દ્વારકાધીશ પાર્ક
૩. વોર્ડ નં -૦૬ યોગેશ્વરધા. ૪. વોર્ડ નં ૦૬ સ્વામિનારાયણ ધામ
૫. વોર્ડ નં ૦૬ વાયુનગર
૬. વોર્ડ નં ૦૬ શિવ ટાઉનશિપ
૭. વોર્ડ નં ૦૬ તિરૂપતિ પાર્ક ૨
કુલ અંદાજીત મિલ્કતોની સંખ્યા -૩૭૩૭
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
