<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સોમનાથ દરીયાકાંઠે યાત્રીક મહીલા તણાતા સ્‍થાનીકોએ બચાવી લીધી

વેરાવળઃ સોમનાથ દરીયાકિનારે બપોરે ૩ થી ૪ ની વચ્‍ચે યાત્રીકોની ભારે ભીડ હોય તે વખતે પ્રવાસી મહીલા દરીયાનું ભારે મોઝું આવતા તણાય જતા ભારે રાડા રાડ થયેલ હતો અફડાતફડી મચી ગયેલ હતી તેના પરીવારજનો પણ ભારે ડરમાં આવી ગયેલ હતા ત્‍યારે સ્‍થાનીક રોજગારી મેળવતા ફોટોગાફર,ધોડે સવાર,ઉંટ સવાર સ્‍થાનીકોને જીવની પરવાહ કર્યા વગર દોરડા સાથે દરીયામાં જઈ મહા મહેનતે મહીલાને બહાર કાઢી હતી જો આ યુવાનો સમયસર પહોંચ્‍યા ન હોત અને તાત્‍કાલીક દરીયા કાંઠે સારવાર આપી ન હોય તો જીવનનું જોખમ હતું. જીલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા નાહવા કે ઉતરવા પર પ્રતિબંધનુ જાહેરનામું હોવા છતા યાત્રીકો ઉત્‍સાહમાં આવી ભારે મોઝાની મજા લેતા હોય છે.

(1:15 PM IST)