તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
પોરબંદર જિલ્લાની મુલાકાતે મનસુખભાઇ માંડવીયાઃ એરપોર્ટ ઉપર સ્વાગત
લોકસભા વિસ્તારમાં યોજાનારા વિવિધ વિકાસ કામો અંગેના કાર્યક્રમોમાં હાજર રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬: કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા પોરબંદર જીલ્લાના લોકસભા વિસ્તારની મુલાકાતે પધારતા એરપોર્ટ ઉપર કલેકટર એસ.ડી.ધાનાણી અન્ય અધિકારીઓ તથા આગેવાનો દ્વારા મનસુખભાઇનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા લોકસભા વિસ્તારના ઙ્કવાસે આવતા પોરબંદર એરપોર્ટ ખાતે તેમના આગમન સમયે વિવિધ આગેવાનો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના સ્વાગત માટે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી,સુદામા ડેરીના ચેરમેન ડો. આકાશ રાજશાખા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
