તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજા દિવસે ઝાકળ વર્ષાઃ બપોરે ધોમધખતો તાપ યથાવત

તસ્વીરમાં ગોંડલમાં છવાયેલ ઝાકળવર્ષા જોવા મળે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)
રાજકોટ તા.૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજા દિવસે ઝાકળ વર્ષા વરસી હતી.સવારના સમયે શિયાળા જેવું વાતાવરણ છવાઈ ગયું હતું ઠંડકનો પણ સામાન્ય અનુભવ થતો હતો જોકે બપોરે ધોમધખતો તાપ યથાવત છે.
ગોંડલ
ગોંડલમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું વાહન ચાલકોએ તેમના વાહનોની હેડલાઈટ ચાલુ કરવી પડી હતી. અને સવારે વાદળછાંયુ વાતાવરણ પણ છવાઇ ગયું હતું.
વેરાવળ
(દિપક કકકડ દ્વારા) વેરાવળ :.. સોમનાથ વિસ્તારમાં વહેલી સવારે ખુબ જ ઝાંકળ વર્ષા જોવા મળેલ અને આ ઝાંકળ વર્ષા સવારના આઠ કલાક સુધી પણ રહેલ રાત્રીના સમયે અને વહેલી સવારના ખુબ જ ઝાંકળ વર્ષાના કારણે હાઇવે રોડ ઉપર વાહનો જોય શકાતાં ન હતાં.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રર.પ, મહત્તમ તાપમાન ૩પ, ભેજનું પ્રમાણ ૭૦ ટકા, પવનની ગતિ કિ. મી. રહી હતી.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
