તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 15th March 2026
જામનગર SOG પોલીસે સપાટો બોલાવ્યો: આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરોને ઝડપી લીધા
દરેડમાંથી જગદીશ હમીરભાઈ મકવાણા નામના બોગસ ડોક્ટરની ધરપકડ:લાલપુરના મેઘપર ગામમાંથી મૂળ પશ્ચીમ બંગાળના મીલટન રતનભાઈ બિશ્વાસને દબોચ્યો

જામનગર SOG પોલીસે સપાટો બોલાવ્યો છે. જામનગર આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે. જામનગર નજીક સચાણામાંથી મૂળ પશ્ચિમ બંગાળનો મધુમંગલ અનંતભાઈ બિશ્વાસ નામના શખ્સને દબોચ્યો છે. જામનગર નજીક દરેડમાંથી જગદીશ હમીરભાઈ મકવાણા નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. લાલપુરના મેઘપર ગામમાંથી મૂળ પશ્ચીમ બંગાળના મીલટન રતનભાઈ બિશ્વાસને દબોચ્યો છે. લાલપુરના મેઘપર ગામેથી અન્ય એક મૂળ પશ્ચીમ બંગાળના પ્રોવાસ નિત્યાનંદા વિશ્વાસ નામના શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ બોગસ ડોક્ટરો પાસેથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના સાધનો જપ્ત કર્યા છે. તમામ સામે પોલીસ મથકોમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
