News of Sunday, 15th March 2026
જામનગરમાં રૂપિયા ૩.૮૬ કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, બેંક ખાતા ભાડે આપી કરોડોનું ફ્રોડ કરતી ટોળકીના સાત શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ
આ ગંભીર કેસમાં પોલીસ દ્વારા કુલ સાત જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જામનગર: સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી કાર્યવાહી કરતા રૂ. ૩,૮૬,૭૪,૭૫૬ (ત્રણ કરોડ છાસી લાખ ચુમોતેર હજાર સાતસો છપ્પન) ના ઓનલાઇન બેંકિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
આંતરજિલ્લા સ્તરે સક્રિય આ સાયબર ગેંગ માત્ર સામાન્ય લોકોને જ નહિ, પરંતુ વ્યવસ્થિત રીતે બેંક ખાતા ભાડે આપીને તેમાં ફ્રોડના કરોડો રૂપિયા સગેવગે કરવાનું કૌભાંડ ચલાવતી હતી. આ ગંભીર કેસમાં પોલીસ દ્વારા કુલ સાત જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં જામનગરના કનૈયાલાલા ખીમજીભાઇ સભાયા ઉપરાંત રાજકોટના લાખાભાઇ રાણાભાઇ ઝાપડા અને રાજ મુકેશભાઇ ઝાપડા, ભાવનગરના શૈલેષ મકવાણા અને પ્રકાશ કાનમિયા તેમજ અન્ય એક આરોપી આર્યન પટેલનો સમાવેશ થાય છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ. આઈ.એ.ઘાસુરાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે કેસની વધુ અને ઝીણવટભરી તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.પી.ઠાકુર દ્વારા ચલાવવામાં આવી રહી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
