<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

પોરબંદરમાં સિંહ અને વાઘના શંકાસ્‍પદ અંગો સાથે ઝડપાયેલા ૪ પરપ્રાંતિય શખ્‍સો જેલ હવાલે

વન્‍યજીવોના શંકાસ્‍પદ અવશેષોની તપાસ માટે ફોરેન્‍સિક લેબોરેટરીમાં મોકલ્‍યાઃ શિકાર કરતી ટોળકી પાસેથી ગીલોલ છરી અને કુહાડી મળ્‍યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩: ચોપાટી પાસે સિંહ અને વાઘ તથા અન્‍ય વન્‍ય જીવોના શંકાસ્‍પદ અંગો સાથે વન વિભાગે પકડી પાડેલા ૪ પરપ્રાંતિય શખ્‍સોને કોર્ટમાં રજુ કરતા. આ ચારેય શખ્‍સોને જેલ હવાલે કરવા કોર્ટે હુકમ કર્યો છે.

ફોરેસ્‍ટર એસ.આર. ભમરે જણાવેલ કે ચોપાટી ઉપર પરપ્રાંતિય આદિવાસી જલમોહન પવાર, ચમાચમ કરીના તથા કનકસી ચોપાટી ઉપર વન્‍ય જીવોના અંગો વેચતા હોય તેવી બાતમીના આધારે ચેકિંગ કરતા આ ચારેય શખ્‍સો પાસેથી સિંહ અને વાઘ તથા અન્‍ય વન્‍ય જીવોના શંકાસ્‍પદ અવશેષો મળી આવ્‍યા હતા.

આ શંકાસ્‍પદ વન્‍ય જીવોના અંગોને તપાસ માટે ફોરેન્‍સિક લેબોરેટરીમાં મોકલ્‍યા છે.

આ ચારેય પરપ્રાંતિયો પાસેથી વન્‍યજીવોના શંકાસ્‍પદ કસ્‍તુરી મૃગ નખ સહિત અવશેષો મળી આવ્‍યા હતા. આ શિકાર કરતી ટોળકી પાસેથી ગીલોલ અલગ અલગ ધાતુની છરીઓ કુહાડી સહિત હથિયારો મળી આવ્‍યા હતા.

આ પરપ્રાંતિયોને કોર્ટમાં રજુ કરતા કોર્ટે પરપ્રાંતિયોને જેલમાં મોકલવા હુકમ કર્યો છે.

(11:56 AM IST)